Dolichos Farming: ગુજરાતના ખેડૂતોની આવક વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રકારની સ્કીમ ચલાવવામાં આવે છે. જેનો લાભ લઈને અત્યાર સુધીમાં ઘણા ખેડૂતો બે પાંદડે થયા છે. સાબરકાંઠાના વડાલી તાલુકાના ચુલ્લા ગામની ચટાકેદાર વાલોળની ખેતીથી ખેડૂતો બે પાંદડે થયા છે.


વડાલીની વાલોળે લગાડ્યો ચટકો


તમે હાઇવે પર મુસાફરી કરતા હોય અને ઘરના જેવું ખાવાની ઇચ્છા થાય તો હોટલ કે ઢાબા પર બેસોને ત્યાં તમારી થાળીમાં વાલોળનું શાક હોય ને પહેલા જ કોળીયો જીભ ઉપર મુકતા તેવું લાગે કે અરે આતો વડાલીની વાલોળ લાગે છે. વડાલીની વાલોળનો ચટકો લોકોને એવો લાગ્યો છે કે જો થાળીમાં વાલોળનું શાક ના હોય તો ભાણું અધૂરુ લાગે છે.




ગુજરાત બહાર પણ છે માંગ


વડાલી અને તેના આસપાસના ગામોમાં થતી વાલોળના પાકનું એટલુ ઉત્પાદન થાય છે કે તે સાબરકાંઠા જ નહિં પરંતુ આસપાસના રાજ્યો સુધી તેની માંગ રહે છે. તેની પાછળનું કારણ નરેશભાઇ પટેલ જેવા ધરતીપુત્રોની મહેનત છે. વડાલી તાલુકાના ચુલ્લા ગામના નરેશભાઇ પટેલની કે જેવો બાપદાદાના સમયથી વાલોળની ખેતી કરતા હતા. પણ ટૂંકી જમીનમાં થતી ખેતીથી  ઉત્પાદનની કોઇ આવક દેખાતી ન હતી.




એક મહિનામાં બે લાખથી વધુની આવક


આ અંગે વાત કરતા નરેશભાઇ કહે છે કે મારે 19 વિઘા જેટલી જમીન છે. જ્યાં અમે અગાઉ ધાન્ય પાકોનું વાવેતર કરતા હતા. પરંતુ એમાં મહેનત ઝાઝી અને વળતર ઓછું હતુ. હવે વાલોળનું વાવેતર વધુ જમીનમાં કરતા ટૂંકા ગાળામાં વધારે આવક મળતી થઇ છે. શરૂઆતના તબક્કામાં મેં બે થી ચાર  વિઘામાં વાલોળની ખેતી કરી.જેમાંથી ૩ લાખથી વધુની આવક થઇ.બજારમાં માંગ વધતા મેં આ વર્ષે 8 વિઘા જમીનમાં વાલોળની ખેતી કરી. જેમાં એક મહિનામાં બે લાખથી વધુની આવક થઇ છે. હજુ આ પાકમાંથી મને ચાર લાખથી વધુની આવાક થશે તેવી આશા છે.  




અન્ય ખેડૂતો માટે બન્યા પ્રેરણાસ્ત્રોત


નરેશભાઇમાંથી પ્રેરણા લઇને આસપાસના ખેડૂતોએ શાકભાજી પાકોનું વાવેતર શરૂ કર્યુ છે.  


આ પણ વાંચોઃ


Lemon Farming: કમાણીનો નવો રેકોર્ડ બનાવી શકે છે ખેડૂતો, ગોધરા સ્થિત ICAR-CIAH વેજલપુરના વૈજ્ઞાનિકોએ વિકસાવી 60 કિલો પ્રોડક્શન આપતી લીંબુની નવી જાત