Farmers Success Story: આજે ઘણા યુવાનો અમેરિકા અભ્યાસ કરવા જઈને ત્યાં વસવાટ કરવાના સપનાં જોતાં હોય છે. ગુજરાતી, પંજાબી મોટી સંખ્યામાં અમેરિકા, કેનેડા જાય છે પરંતુ તે પૈકી માત્ર અમુક લોકો જ પરત ફરીને ખેતીમાં હાથ અજમાવતાં હોય છે. પંજાબના મોગા જિલ્લાના લોહારા ગામમાં રહેતા રજવિંદર સિંહ ધાલીવાલે અમેરિકાથી પરત ફર્યા બાદ ઓર્ગેનિક ખેતી કરીને નવો ચિલો ચાતર્યો છે.


ક્યારે ગયા અમેરિકા અને પરત ફર્યા બાદ ક્યારથી શરૂ કરી પ્રાકૃતિક ખેતી


રાજવિંદર સિંહ 2007માં અમેરિકા ગયા હતા. ત્યાં પાંચ વર્ષ સુધી ટ્રક ચલાવવાથી લઈ હોટલ લાઈનમાં કામ કર્યું. 2012માંપરત ફર્યા અને હોટલ બિઝનેસમાં હાથ અજમાવ્યો. જોકે તેમને પરિવાર ખેડૂત પૃષ્ઠભૂમિમાંથી આવતા હોવાથી તેમને હોટલ બિઝનેસ કરતાં ખેતીમાં વધારે રસ હતો. 2017માં તેમણે 6 એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી શરૂ કરી.


હાલ તેઓ શેરડી, બટાકા, હળદર, સરસવ જેવા પાકની પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. આ ઉપરાંત તેનું પ્રોસેસિંગ કરીને ગોળ અને હળદર પાવડર પણ બનાવીને વેચે છે. આમ કરીને તેઓ અન્ય ખેડૂતોની તુલનામાં એક લાખ રૂપિયા વધારે નફો કમાઈ રહ્યા છે. આ ઉપરાંત તેમના ફાર્મમાં કેરી, જામફળ, ચીકુ, દાડમ જેવા ફળના વૃક્ષો વાવ્યા છે. જેમાંથી પણ સારો નફો કમાઈ રહ્યા છે.




કેટલું છે વાર્ષિક ટર્નઓવર


રાજવિંદર સોશિયલ મીડિયા દ્વારા માર્કેટિંગ કરીને તેમની પ્રોડક્ટ પણ વેચી રહ્યા છે. તેમનું સરેરાશ ટર્ન ઓવર 12 લાખ રૂપિયા છે, જેમાંથી તેઓ 6-7 લાખ નફો કમાઈ રહ્યા છે. આ ઉપરાંત તેઓ મલ્ચિંગ પદ્ધતિથી પણ ખેતી કરી રહ્યા છે.


આ પણ વાંચોઃ


Gujarat Agriculture Scheme: ગુજરાતમાં ખેડૂતોના પાકને જંગલી જાનવરથી બચાવવા સરકાર ચલાવે છે યોજના, જાણો કેટલી આપે છે સહાય