Pomegranate Farming: ભારતમાં પરંપરાગત ખેતીમાં સતત ઘટી રહેલા નફા અને દર વર્ષે પ્રાકૃતિક આફતોના કારણે થતાં નુકસાનથી ખેડૂતોએ હવે અન્ય વિકલ્પો શોધવાનું શરૂ કર્યુ છે. ખેડૂતો હવે ઓછા ખર્ચે વધારે નફો આપતા પાકને પ્રાથમિકતા આપી રહ્યા છે.
ગુજરાતમાં પણ મોટા પાયે થાય છે દાડમની ખેતી
છેલ્લા થોડા વર્ષોથી ખેડૂતોમાં દાડમની ખેતી કરવાનું ચલણ વધી રહ્યું છે. ભારતમાં તેની સૌથી વધુ ખેતી ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ અને ગુજરાતમાં થાય છે. દાડમના છોડ ત્રણ વર્ષમાં વૃક્ષ બનીને ફળ આપવા લાગે છે. એક દાડમનું વૃક્ષ આશરે 24 વર્ષ સુધી પાક આપે છે અને તેનાથી ખેડૂતો મોટો નફો કમાઈ શકે છે.
કયા મહિનામાં છોડની કરવી જોઈએ રોપણી
નિષ્ણાતોના જણાવ્યા મુજબ, દાડમના પાક ઓગસ્ટ કે માર્ચમાં લગાવી શકાય છે. ઉપરાંત તેને કોઈપણ પ્રકારની માટીમાં ઉગાડી શકાય છે. ખેડૂતોએ છોડ વાવતા પહેલા એક મહિના પહેલા ખાડો ખોદવો જોઈએ. જે બાદ તેને 15 દિવસ ખુલ્લો રાખવો જોઈએ. આ પછી તેમાં 20 કિલો છાણીયું ખાતર, 1 કિલોગ્રામ સુપર ફોસ્ફેટ, 0.50 ગ્રામ ક્લોરા પાયરીફાસનું ચૂર્ણ તૈયાર કર્યા બાદ ખાડાને ભરી દેવો જોઈએ.
આ પણ વાંચોઃ
Tomato Farming: ટમેટાની ખેતીથી થોડા જ મહિનામાં બની જશો લખપતિ, ત્રણ ગણી થઈ શકે છે આવક !
મોદી સરકાર પ્રધાનમંત્રી મહિલા સહાયતા યોજના હેઠળ દરેક મહિલાને 2 લાખ રૂપિયાની આપી રહી છે સહાય ?
Gujarat Congress: ગુજરાત કોંગ્રેસે સોશિયલ મીડિયાનું નવું માળખું કર્યું જાહેર, જુઓ લિસ્ટ