Gujarat Agriculture Scheme: ગુજરાતના ખેડૂતોની આવક વધે તે માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. જે અંતર્ગત કોમ્પ્રિહેન્સિવ હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ અને મિશન મધમાખી જેવી બાગાયત વિભાગની વિવિધ યોજનાઓ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ તા.31 ડિસેમ્બર 2022 સુધી ખુલ્લું મુકવામાં આવ્યું છે. જે ખેડૂત મિત્રો બાગાયત ખાતાની વિવિધ યોજનાઓનો લાભ લેવા ઈચ્છતા હોય તેઓ આઈ ખેડૂત પોર્ટલ પર ઈ-ગ્રામ કેન્દ્ર મારફતે અથવા પોતાની જાતે અરજી કરી શકશે.
કેટલી સહાય આપવામાં આવશે
“મિશન મધમાખી” યોજનામાં મધમાખી ઉછેર કરવા માટે મધમાખી સમૂહ, મધમાખી હાઈવ, હની એક્ષટ્રેકટર, ફૂડ ગ્રેડ કંન્ટેઈનર, નેટ અને મધમાખી ઉછેરના સાધનો માટે, પ્રોસેસીંગ, પેકેજીંગ, કોલ્ડરૂમમાં સહાય, બી-બ્રીડીંગ, ન્યુક્લીયસ કલ્ચર તૈયાર કરવા માટે પ્રોજેક્ટ ખર્ચ અને યુનિટ કોસ્ટના 75% સુધી સહાય આપવામાં આવશે. આ યોજના હેઠળ રજીસ્ટર્ડ ખેડૂત ગ્રુપ, FPO, FPC, “A” ગ્રેડ સહકારી સંસ્થા, સહકારી ડેરીઓ, જિલ્લા દૂધ સહકારી સંઘને યોજનાની સહાયનો લાભ મળશે.
“કોમ્પ્રિહેન્સિવ હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ”માં બહુ વર્ષાયુ ફળઝાડ વાવેતરમાં સહાય, પિયતના સાધનો જેવા કે બોરવેલ, વોટર હાર્વેસ્ટીંગ સ્ટ્રકચર, પાઈપ લાઈન કરવા માટે, બાગાયત યાંત્રીકરણમાં ટ્રેકટર અને પાવર ટીલર (20 બીએચપી સુધી), બાગાયતી માળખાકીય સુવિધાઓ જેવી કે ઓન ફાર્મ પેકહાઉસ 9X6 મી., લેબર રૂમ/સ્ટોરરૂમ બનાવવા માટે સહાય, વર્મી કંમ્પોસ્ટપોસ્ટ કાયમી યુનિટ અને HDPEના મહત્તમ 10 યુનિટ માટે સહાય, પ્લાસ્ટીક આવરણ ઘટક્માં યોજનાના નક્કી કરેલા ધારાધોરણ મુજબ યુનિટ કોસ્ટના 50% અને 75% મુજબ સહાય આપવાનો ઠરાવ થયો છે.
અરજી માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે
આ યોજનાઓનો લાભ લેવા માટે https://ikhedut.gujarat.gov.in વેબસાઈટ ઉપર પોતાના ગામના ઇ-ગ્રામ સેન્ટર કે કોઇ ખાનગી ઇન્ટરનેટ ઉપરથી અથવા નાયબ બાગાયત નિયામકની કચેરી ખાતે સવારના 11 કલાકથી સાંજના 5 કલાક દરમિયાન 7/12, 8-અ ની નકલ, આધાર કાર્ડની નકલ, જાતિનો દાખલો, પ્રોજેક્ટ પ્રપોઝલ જરૂરી ભાવ પત્રકો સાથે, નેશનલાઇઝ બેંક ખાતાની વિગત સાથે લઇ સંબંધિત ઘટકમાં સમયસર અરજી કરવાની રહેશે.
આ પણ વાંચોઃ