iKhedut Mobile App: ગુજરાત સરકાર ખેડૂતો માટે અનેક સ્કીમ ચલાવે છે. આ સ્કીમનો લાભ લેવા તેમણે ડેસ્કટોપ કે લેપટોપ પર આઈ ખેડૂત પોર્ટલ પર જઈને અરજી કરવી પડતી હતી. રાજ્ય સરકાર દ્વારા આઈ ખેડૂતની એન્ડ્રોઈડ મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવી છે.
આણંદ કૃષિ યુનિવર્સિટીના આઇ.ટી. સેન્ટરના ડૉ. ધવલ કથીરીયા દ્વારા ગુજરાતીમાં એન્ડ્રોઇડ મોબાઇલ બેઝ ખેડૂતોના હિત માટે ગુજરાતીમાં તૈયાર કરવામાં આઇ-ખેડૂત મોબાઇલ એપ્લીકેશનને પણ કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલના હસ્તે લોન્ચ કરવામાં આવી હતી. આ અંગે વાત કરતાં ડો. ધવલ કથીરિયાએ જણાવ્યું, ગૂગલ પ્લે સ્ટોર પર I khedut ઉપલબ્ધ છે. એક જ મહિનામાં મોબાઇલ એપ તૈયાર કરવામાં આવી છે. આ વન ટાઈમ ડાઉનલોડ છે, દર વખતે ઈન્ટરનેટ શરૂ રાખવું જરૂરી નથી. આમાં બીજી 108 પ્રકારની વિવિધ એપ પણ છે.
એપની શું છે સૌથી મોટી ખાસિયત
આઈ ખેડૂત મોબાઇલ એપની સૌથી મોટી ખાસિયત અંગે વાત કરતાં તેમણે જણાવ્યું, ખેડૂતોને કોઈ પ્રશ્ન હોય તો તેનો ઓડિયો કે વીડિયો મેસેજ અથવા ફોટો પાડીને મોકલે તો જે તે વિભાગના સીધા વડાને જ તે થાય છે. ખેડૂતના પ્રશ્નનો કેટલા કલાકમાં જવાબ આપ્યો તેનું પણ મોનિટરિંગ પણ થાય છે. હાલ રોજની 20 થી 25 ક્વેરી આવે છે.
i-khedut મોબાઇલ એપ કેવી રીતે ડાઉનલોડ કરશો
આઈ ખેડૂત મોબાઇલ એપ https://play.google.com/store/apps/details?id=com.aau.in.oneapp
તથા https://play.google.com/store/apps/developer?id=ikhedut&hl=en_GB&gl=IN
લિંક પર ક્લિક કરીને ડાઉનલોડ કરી શકાય છે.
આ પણ વાંચોઃ