Potato Farming: ગુજરાતના ખેડૂતો આધુનિક ખેતી કરતા થયા છે. પરંપરાગત ખેતીના બદલે ટેકનોલોજી આધારિતા ખેતી કરીને ધરતીપુત્રો નફાઈ કમાઈ રહ્યા છે. શાકભાજીનો રાજા ગણાતા બટાટાની બારે માસ માંગ રહે છે. સામાન્ય રીતે બટાટા જમીનની અંદર થાય છે પરંતુ સુરતના એક વ્યક્તિએ ઘરની છત પર બનાવેલા કિચન ગાર્ડનમાં બટાટા ઉગાડીને કમાલ કર્યો છે. આ વ્યક્તિના કિચન ગાર્ડનમાં માટી નથી.
વ્યવસાયે એન્જિ. કરે છે ટેરેસ ગાર્ડન ખેતી
સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા સુભાષ નામનો વ્યક્તિ વ્યવસાયે એન્જિનિયર છે પરંતુ તેના ઘરના ટેરેસ ગાર્ડન પર ખેતી કરે છે. ઘરના પરિવારના સભ્યોનો ઓર્ગેનિક શાકભાજી મળે તે માટે સુભાષે ઘરની છત પર જ શાકભાજી ઉગાડવાનું શરૂ કર્યું. વિવિધ શાકભાજી વચ્ચે તેણે બટાટાની ખેતી જમીન નીચે નહીં પરંતુ હવામાં કરી. જમીનમાં નીચે પાકતા બટાટા જેવું દેખાતું આ જંગલી ફળ છે પરંતુ તેનો સ્વાદ અને રૂપરંગ બટાટા જેવું છે અને તે જમીનની માટીમાં નહીં પણ વેલ પર ઉગે છે.
ક્યાંથી લાવ્યા બીજ
હરવા ફરવાના શોખીન સુભાષભાઈ એક વખત સૌરાષ્ટ્રના ગિર જંગલમાં ફરવા ગયા હતા. ત્યાંથી હવાઈ બટાટાના બીજ લઈને આવ્યા હતા. સામાન્ય રીતે આ હવાઈ બટાટા પડાહી રાજ્યોના જંગલમાં આપમેળે જ ઉગે છે. આ હવાઈ બટાટા કેમિકલ કે ખાતર વગર ઉગે છે અને પાણીની પણ જરૂર પડતી નથી. આ વેલ વર્ષમાં અનેક વખત ફળ આપે છે.
આ પણ વાંચો
Hyundai Creta: હ્યુન્ડાઈ ક્રેટમાં મળશે હવે સુવિધા, ડ્રાઈવિંગની મજા થશે બમણી