Rose Cultivation: ઓછા ખર્ચે વધારે નફાના કારણે આજે ખેડૂતોમાં ફૂલોની ખેતીનું ચલણ વધી રહ્યું છે. આ સ્થિતમાં ઘણા ખેડૂતો ગુલાબના ફૂલોની ખેતી તરફ વળ્યા છે. ગુલાબના ફૂલ અને તેલની બજારમાં ભારે માંગ હોય છે. આ સ્થિતિમાં ખેડૂતો આ ફૂલની ખેતી કરવાની ઓછા ખર્ચે તોતિંગ નફો કમાઈ શકે છે.


મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક અને પશ્ચિમ બંગાળ ભારતમાં ગુલાબની સૌથી વધુ ખેતી કરતાં રાજ્યો છે. ગુજરાતમાં પણ ઘણા ખેડૂતો આ ખેતીને પ્રાથમિકતા આપવા લાગ્યા છે. આ ખેલીની સૌથી ખાસ વાત એ છે કે તે કુંડા, છત પર, ઘરમાં, ખુલ્લા મેદાન, ગ્રીન હાઉશ અને પોલી હાઉસમાં પણ ઉગાડી શકાય છે.


કેટલું તાપમાન છે શ્રેષ્ઠ


આ ફૂલના વિકાસ માટે 15 થી 18 ડિગ્રીનું તાપમાન સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. જોકે કાશ્મીર જેવા રાજ્યોમાં પર ગુલાબના ફૂલ 15 ડિગ્રી સેલ્સિયસથી પણ ઓછા તાપમાને સારી રીતે ખીલી શકે છે. આ ફૂલની વાવણી માટે મોટાભાગના ખેડૂતો સામા.ય રીતે કલમ વિધિ અપનાવે છે. પરંતુ હવે બીજના માધ્યમ દ્વારા પણ આ ફૂલની ખેતી થાય છે.


સતત 12 મહિના સુધી કમાણી


એક છોડમાંથી ગુલાબ આવે તો તમે સતત 12 મહિના સુધી તેમાંથી નફો કમાઈ શકો છો. વારંવાર છોડ વાવવા, નિંદામણની જરૂર નથી રહેતી. આ ઉપરાંત અન્ય પાકના મુકાબલે તેમાં સિંચાઈની પણ વધારે જરૂર પડતી નથી. આ સ્થિતિમાં ખેડૂતોને આ ખેતીમાં ખર્ચ પણ ઓછો આવે છે.


એક એકરમાં કેટલી કમાણી થઈ શકે


આ ખેતીમાં આશરે ચાર મહિનામાં ફૂલ આવવા લાગે છે. એક એકર જમીનમાં 30 થી 40 કિલો ફૂલ મળે છે. હાલ બજારમાં 50 થી 70 રૂપિયા કિલોનો ભાવ છે. આ રીતે એકરમાં 200 થી 300 એકર ફૂલ નીકળે છે. તેને વેચવા માટે બજારમાં ખાસ મહેનત કરવી પડતી નથી. ગુલાબના ફૂલથી અનેક પ્રકારની પ્રોડક્ટ તૈયાર થાય છે. તેની માંગ સતત 12 મહિના રહે છે. આ રીતે એક એકરમાં ખેડૂત આરામથી 15 લાખ સુધીનો નફો મેળવી શકે છે.