Farmer’s Success Story:  આજના સમયમાં કુદરતી ખેતી અને સજીવ ખેતીની ખૂબ જ જરૂર છે. કારણ કે જમીન પર રાસાયણિક જંતુનાશકો અને ખાતરોનો સતત ઉપયોગ, દર વર્ષે જમીનને ફેરવવાથી જમીનની ફળદ્રુપતા સંપૂર્ણપણે નાશ પામે  છે. ખેતરોમાં વપરાતા રાસાયણિક જંતુનાશકોને કારણે ખેતીમાં ઘણું નુકસાન જોવા મળી રહ્યું છે. જમીનના કુદરતી સ્વરૂપમાં પણ અનેક ફેરફારો થઈ રહ્યા છે.


રાસાયણિક ખેતીને કારણે પ્રકૃતિ અને માનવ સ્વાસ્થ્યમાં ઘણો ઘટાડો થયો છે. ખેડૂતોની અડધી ઉપજ તેમના ખાતર અને જંતુનાશક દવાઓમાં જાય છે. ખેડૂત અને અન્ય વ્યક્તિ જે ખેતીમાં વધુ નફો કે ઉપજ મેળવવા માંગે છે તેણે કુદરતી ખેતી તરફ આગળ વધવું જોઈએ. ખેતીમાં ઘણી બધી ખાદ્ય વસ્તુઓ ઉગાડવામાં આવે છે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ.આ ખાદ્યપદાર્થોમાં ઝિંક અને આયર્ન જેવા ઘણા ખનિજો હાજર હોય છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના ઉપયોગને કારણે આ ખોરાક તેની ગુણવત્તા ગુમાવે છે. જે આપણા શરીરને અસર કરે છે.




રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના ઉપયોગથી જમીનની ફળદ્રુપતામાં ઘણો ઘટાડો થયો છે.જે આપણા શરીરને નુકશાન  કરે છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના ઉપયોગથી જમીનની ફળદ્રુપતામાં ઘણો ઘટાડો થયો છે. આમાંથી બનાવેલ ખોરાક માનવ અને પ્રાણીઓના સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. આવો, આજે અમે તમને એક એવા ખેડૂત વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જેને સરકાર અને તાપી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી છે અને તે સરકારની પ્રાકૃતિક ખેતીની યોજનામાં જોડાઈને પોતાના અને અન્યના જીવનને પ્રેરિત કરી રહ્યા છે. એકસ્વસ્થ સમાજ બની શકે તે માટે  તાપી જિલ્લાના કાટકુઇ ગામના અનુસૂચિત જાતિના પ્રગતિશિલ ખેડૂત શૈલેષભાઈ છોટુભાઈ ગામીત પ્રાકૃતિક ખેતી કરે છે, જ્યારે તેમને ખબર પડી કે તેઓ ઝીરો બજેટથી પ્રાકૃતિક ખેતી શરૂ કરી શકે છે ત્યારે તેઓ આ અંગે વધુ રસ લેતા પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા.




 તાપી જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા અને સદાય મદદરૂપ બનતા પ્રગતિશિલ  ખેડૂત સુરેશ ભાઈ અને નાનસિંહ પાસેથી પ્રાકૃતિક ખેતી અંગે સંપૂર્ણ માહિતી મેળવી શૈલેષભાઈએ કુદરતી ખેતીની વધુ તાલીમ લીધી. શૈલેષભાઈને જ્યારે ખબર પડી કે શૂન્ય ખેતીથી પણ પોતાની જમીનને હરિયાળી બનાવી શકાય છે ત્યારે તેઓને ખૂબ જ નવાઈ લાગી અને સંપૂર્ણ તાલીમ લીધા બાદ તેમણે બાકીના લોકોને પણ પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રોત્સાહિત કર્યા. શૈલેષભાઈ કહે છે કે પ્રાકૃતિક ખેતી દ્વારા ખતરનાક જંતુનાશકોથી બચી શકાય છે, તો  આપને સૌએ પોતાના પાક અને આરોગ્યને નુકસાનથી બચાવવું જોઇએ અને સંપુર્ણ ભારતમાં પ્રાકૃતિક ખેતી અપનાવવી જોઇએ.




શૈલેષભાઈ હાલમાં તુવેર, આંબા, મૂળા, ગાજર, ચીકુ, કેળા, પપૈયા, દેશી પાપડી વગેરે ફળો અને શાકભાજી કરે છે. શૈલેષભાઈ જણાવે છે કે, પ્રાકૃતિક ખેતી માટે ખેતી કરતા ખેડૂતોને સરકાર અને જિલ્લા ખેતીવાડી વિભાગ અને આત્મા પ્રોજેક્ટ તરફથી પુરેપુરી મદદ મળી રહી છે. તાપી જિલ્લા સેવા સદનના મુખ્ય ગેટ ખાતે નેચરલ એગ્રીકલ્ચર માર્કેટ માટે 2019 થી આ પ્રાકૃતિક કૃષિ બજાર ખુબ જ યોગ્ય રીતે ચલાવવામાં આવી રહ્યું છે, જેથી તમામ ખેડૂત ભાઈઓ-બહેનોને મદદ મળી રહે.જ્યારે કુદરતી ખેતી કરવાથી કુદરતી પાક અને માનવ આરોગ્યને ભારે ખર્ચા અને ઝેરી જંતુનાશકોથી બચાવી શકાય છે તો પછી કુદરતી ખેતીને દરેક ખેડૂત સુધી કેમ ન પહોંચાડી શકાય જેથી ખેડૂત અને ખેડૂતની વ્યાખ્યાને ઇતિહાસમાં નવો આકાર આપી શકાય તે માટે તમામ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી પોતાનું કુટુંબ, રાજ્ય અને દેશને નવી ઓળખ અપાવવા પોતાનું યોગદાન આપવું જોઈએ.