PM Kisan Scheme: વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવી દિલ્હી ખાતે 17 અને 18 ઓક્ટોબરે યોજાનારા બે દિવસીય પીએમ કિસાન સમ્માન સંમેલનમાં દેશના ખેડૂતોને કિસાન સમ્માન નિધિ યોજનાના લાભાર્થીઓને 12મો હપ્તો ચૂકવશે. આ 12મા હપ્તામાં દેશના ખેડૂતોના ખાતામાં રૂ.16 હજાર કરોડની રકમ જમા થશે, જેમાં ગુજરાતના 51 લાખથી વધુ ખેડૂતોને રૂ.1023 કરોડની રકમ પ્રાપ્ત થશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર ખેડૂતો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી રહી છે અને ખેડૂતોની આવક બમણી કરવાના વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરવા માટે પ્રતિબદ્ધ છે. ત્યારે કિસાન સમ્માન નિધિ યોજનાનો 12મો હપ્તો રાજ્યના ખેડૂતો માટે વધુ એક રાહત લઇને આવશે.
ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત દેશના જરૂરિયાતમંદ ખેડૂતોને વાર્ષિક રૂ.6000 આપવામાં આવે છે, જે સીધા તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાના 12મા હપ્તામાં દેશભરના ખેડૂત લાભાર્થીઓને રૂ.16 હજાર કરોડની રકમનું હસ્તાંતરણ કરવામાં આવશે. આમ, આ યોજના હેઠળ કુલ 12 હપ્તાઓમાં દેશભરના ખેડૂતોના ખાતામાં કુલ રૂ.2.16 લાખ કરોડની રકમ કેન્દ્ર સરકાર દ્વારા જમા કરવામાં આવી છે જ્યારે ગુજરાતના ખેડૂતોના ખાતામાં અત્યાર સુધીમાં 12,565 કરોડ રૂપિયા રકમ જમા કરવામાં આવી છે.
ગુજરાતમાં કાર્યરત થશે 44 કિસાન સમૃદ્ધિ કેન્દ્રો
નવી દિલ્હી ખાતે બે દિવસીય પીએમ કિસાન સમ્માન સંમેલન યોજાશે જેમાં વડાપ્રધાન 600 કિસાન સમૃદ્ધિ કેન્દ્રોનું પણ લોકાર્પણ કરશે, જેમાંથી 44 ગુજરાતમાં કાર્યરત થશે. બે દિવસીય સંમેલનમાં 1500થી વધુ કૃષિ સ્ટાર્ટઅપ ભાગ લેશે. 600 પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રો શરૂ કરવામાં આવશે. ઉપરાંત 1500થી વધુ કૃષિ સ્ટાર્ટઅપ ભાગ લેશે.
આ રીતે ચેક કરો તમારું નામ
જો તમે યોજનાની સૂચિમાં તમારું નામ તપાસવા માંગતા હો, તો યોજનાના સત્તાવાર પોર્ટલની મુલાકાત લો. આ પછી, ફાર્મર કોર્નર પર જાઓ અને લાભાર્થીઓની સૂચિનો વિકલ્પ પસંદ કરો. આ પછી, અહીં તમે રાજ્ય, જિલ્લા, બ્લોકની વિગતો ભરો. ત્યાર બાદ Get Report ઓપ્શન પર સિલેક્ટ કરો. યોજનાના લાભાર્થીઓની સંપૂર્ણ યાદી તમારી સામે ખુલશે.
પીએમ કિસાન યોજનામાં આ રીતે કરો KYC
- PM કિસાન સન્માન નિધિ યોજનામાં KYC ની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે તમે પહેલા તેની સત્તાવાર વેબસાઇટ gov.in પર ક્લિક કરો.
- અહીં તમે આ પોર્ટલના Home Page પર ક્લિક કરો.
- અહીં તમારી સામે એક ટેબ ખુલશે જેમાં તમને આધારની માહિતી પૂછવામાં આવશે.
- અહીં આધાર નંબર દાખલ કરો.
- આ પછી તમે Searchદબાવો. અહીં તમારો આધાર લિંક મોબાઈલ નંબર દાખલ કરવાનો વિકલ્પ ખુલશે.
- નંબર દાખલ કર્યા પછી, રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર 4 અંકનો OTP આવશે.
- ત્યારબાદ આધાર ઓથેન્ટિકેશન માટે તમારા મોબાઈલ નંબર પર ફરીથી 6 અંકનો OTP આવશે.
- આ OTP દાખલ કરો.
- તે પછી સબમિટ બટન દબાવો.
- eKYC યોગ્ય રીતે કરવામાં આવે તે પછી, તમને એક સંદેશ મળશે કે ઇ-કેવાયસી યોગ્ય રીતે કરવામાં આવ્યું છે. બીજી તરફ, જો KYC પ્રક્રિયા પહેલાથી જ પૂર્ણ થઈ ગઈ હોય, તો eKYC is already done એવો મેસેજ આવશે.
- જો ઇનવેલિડનો મેસેજ આવી રહ્યો હોય તો આવી સ્થિતિમાં તમારા આધારની કોઈપણ માહિતી ખોટી છે.
- સૌપ્રથમ તેને આધાર કેન્દ્રમાં સુધારી લો અને તે પછી તમે ફરીથી આખી પ્રક્રિયા કરીને ઈ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરો.
- ઈ-કેવાયસી કર્યા પછી, 2000 રૂપિયાનો હપ્તો તમારા ખાતામાં સરળતાથી ટ્રાન્સફર થઈ જશે.