PM Modi Gujarat Visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ ત્રણ દિવસની ગુજરાત મુલાકાતે છે. આજે તેમના પ્રવાસનો અંતિમ દિવસ છે. ગઈકાલે તેમણે બનાસકાંઠાના દિયોદરમાં 151 વિઘામાં નિર્માણ પામેલ બનાસ ડેરી સંકુલ, પોટેટો પ્રોસિસિંગ અને પ્રોડક્ટ યુનિટ તથા દૂધવાણી કોમ્યુનિટી રેડિયો સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું. તે સમયે પ્રાસંગિક પ્રવચનમાં તેમણે કાંકરેજ ગાય અને મહેસાણી ભેંસનો ઉલ્લેખ કર્યો હતો.


ગુજરાતની ત્રણ મુખ્ય ઓલાદની ગાય પૈકીની એક છે કાંકરેજ


ભારત દેશમાં વિવિધ ઓલાદોની ગાયો છે. ભારતમાં ગાયની 40થી વધુ ઓલાદો છે. તેમાં ગુજરાતની કુલ ૩ ઓલાદો કાંકરેજ, ગીર અને ડાંગી  છે. આ ત્રણ પ્રકારની ગાય બનાસકાંઠા, પાટણ , મહેસાણા , અમદાવાદ , સાબરકાંઠા, ખેડા , વડોદરા, ભરૂચ અને સુરતમાં જોવા મળે છે. મોદીએ જે કાંકરેજ ગાયનો ઉલ્લેખ કર્યો હતો તે બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં સૌથી વધારે છે.




કાંકરેજ ગાયની ખાસિયત



  • કાંકરેજી ઓલાદનાં જાનવરો કદમાં મોટાં અને વજનમાં ભારે હોય છે.

  • આ ઓલાદનાં ઢોરનો રંગ સફેદ દૂધ જેવો કે સફેદ રાખોડીયો મુંજડો હોય છે.

  • તાજાં જન્મેલ વાછરડાંની મથરાવટી લાલ હોય છે. આ રંગ મોટેભાગે ચાર થી છ માસની વય સુધીમાં જતો રહે છે.

  • નર જાનવરોનો નાની વયનો સફેદ,મુંજડો રંગ પુખ્ત વયે બદલાઈ ઘેરો કાળો થઈ જાય છે.

  • આમ આ ઓલાદનાં જાનવરો તદ્રન સફેદથી માંડી તદ્રન કાળા રંગ સુધીનાં જોવા મળે છે.

  • પુંછડીની ચમરીનો રંગ કાળો હોય છે.

  • આ ઓલાદનાં ઢોરનું કપાળ એક વિશિષ્ટ પ્રકારનું પહોળું અને વચ્ચે રકાબી જેવું છીછરૂ કે અંર્તગોળ હોય છે.

  • મોકલી ટૂંકી,નાકનું ટેરવું સહેજ ઉંચુ,નાકની આજુબાજુ આછા સફેદ રંગનું કુંડાળુ આ બધાં આ ઓલાદનાં ઢોરનાં વિશિષ્ટ લક્ષણો છે.

  • આ ઢોરનાં શીંગડાં મોટાં,મજબુત અને બીજ ચંદ્રાકાર કે કુંડળ જેવાં ગોળ હોય છે. શીંગડાના મૂળમાં ચામડી ઉંચે સુધી જોવામાં આવે છે.

  • કાન મોટા, ખુલ્લા અને ઝુલતા હોય છે.

  • શરીરનું કાઠુ ભારે, પગ લાંબા, મજબુત અને સૂંદર આકારના છે. ખરીઓ નાની ગોળ અને મધયમ કઠિન છે.

  • ધાબળી પાતળી પણ લબડતી હોય છે. નર જાનવરોમાં ખૂંધ સુવિકસિત પણ પુખ્ત વયે એક બાજુ ઢળતી જોવામાં આવે છે.

  • શરીરનું ચામડી મધ્યમ જાડી અને ઢીલી છે.

  • આ ઓલાદની ગાયોમાં આઉ સુડોળ અને આગળ સુધી વિકસેલ છે. આગલા આંચળ પાછલા આંચળ કરતાં મોટા હોય છે. આઉની ચામડી સુંવાળી અને ઝીણા અને સુંદર વાળ વાળી છે.

  • તાજા જન્મેલા વાછરડાનું સરેરાશ વજન નર અને માદામાં અનુંક્રમે 24 કિ.ગ્રા. અને 22 કિ.ગ્રા. હોય છે.  




મહેસાણી ભેંસના લક્ષણો



  • મહેસાણી ભેંસન મુરાહ અને સુરતી ઓલાદની ભેંસના સંક્રમણથી ઉદભવી છે.

  • આ ભેંસ મધ્યમ કદની, ભારે માથા વાળી, રંગે કાળી, ભૂરી અને ચાંદરી હોય છે.

  • આ ભેંસનું વજન 450 કિલોગ્રામ સુધી હોય છે.

  • આ ભેંસના દૂધાળા દિવસોમાં 300 થી 310 છે.

  • ફેટની ટકાવારી 7 ટકા જેટલી હોય છે