Agriculture Machinery Subsidy Scheme:  જૂના જમાનામાં ખેડૂતો પશુઓનો ઉપયોગ કરીને ખેતી કરતા હતા. પાકની વાવણીથી લઈ કાપણી સુધી ખેડૂતો મજૂરો પર નિર્ભર રહેતા હતા. બદલાતા સમયની સાથે ખેડૂતો યાંત્રિકરણ તરફ વળ્યા છે. યંત્રો વગર ખેતીની કલ્પના પણ નથી થઈ શકતી. જોકે મોટાભાગના ખેડૂતો કૃષિ યંત્રો ખરીદી શકવા સક્ષમ નથી હોતા. આ સ્થિતિમાં ખેડૂતોને રાહત આપવા માટે કેન્દ્ર સરકાર સ્મામ યોજના ચલાવે છે. જેમાં ખેડૂતોને 50 થી 80 ટકા સુધી સબ્સિડી આપવામાં આવે છે.


SMAM યોજનાનો કોણ લઈ શકે લાભ



  • આ યોજનાનો લાબ દેશના દરેક ખેડૂત લઈ શકે છે

  • ખેડૂત ભારતનો રહેવાસી હોવો જોઈએ

  • મહિલા ખેડૂતોને આ યોજનામાં પ્રાથમિકતા અપાશે

  • આર્થિક રીતે નબળા ખેડૂતોને પણ મળશે મોકો

  • જે ખેડૂતોએ આ પહેલા કેન્દ્રની અન્ય કોઈ યોજનાથી સબ્સિડી ન લીધી હોય તેમને જ મળશે


સ્મામ યોજનામાં કેટલી મળે છે સબ્સિડી


કેન્દ્ર સરકારની સ્મામ યોજના અંતર્ગત ખેડૂતોને કૃષિ યંત્રો ખરીદવા માટે 50 થી લઈ 80 ટકા સુધી સબ્સિડી મળે છે. જેમાં મહિલા ખેડૂતોને પ્રાથમિકતા આપવામાં આવે છે. આ ઉપરાંત અનુસૂચિત જાતિ તથા જનજાતિના ખેડૂતોને પણ પ્રાથમિકતાના આધારે સબ્સિડીનો લાભ આપવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગરીબ તથા આર્થિક રીતે નબળા ખેડૂતોને કૃષિ સાધન ઉપલબ્ધ કરાવવાનો છે. આ માટે સરકાર દ્વારા સબ્સિડી આપવામાં આવે છે.


કેવી રીતે કરશો અરજી



  • સ્મામ યોજનાની સત્તાવાર વેબસાઇટ https://agrimachinery.nic.in/ પર જાવ.

  • રજિસ્ટ્રેશનના વિકલ્પ પર ક્લિક કરો.

  • રજિસ્ટ્રેશન પેજ ખુલશે. જેમાં રાજ્યની પસંદગી કરો અને આધાર નંબર નાંખો.

  • આધાર નંબર નાંખ્યા બાદ એક ફોર્મ ખુલશે, જેમાં માંગવામાં આવેલી તમામ માહિતી જેમકે નામ,જિલ્લો, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી વગેરે ભરો.

  • તમામ જાણકારી યોગ્ય રીતે ભર્યા બાદ સબમિટના બટન પર ક્લિક કરો.

  • આ રીતે સ્મામ યોજનામાં કૃષિ યંત્રો પર સબ્સિડી માટે અરજી પત્ર ભરવાની પ્રક્રિયા પૂરી થઈ જશે.


અરજી કરતી વખતે ખેડૂતે આધાર કાર્ડ, રહેઠાણનો પુરાવો, 7-12 અને 8 અ ની નકલ, બેંક ખાતાની વિગત. પાસબુકની કોપી, આઈડી પ્રૂફ વગેરે સાથે રાખો. આ યોજનાની વધારે માહિતી માટે ખેડૂતો  https://agrimachinery.nic.in/ ની મુલાકાત લઈ શકે છે.