Tomato Cultivation: ભારત એક કૃષિ પ્રધાન દેશ છે તેમ છતાં મોટી સંખ્યામાં ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ નથી મળતાં. જેના કારણે ઘણી વખત ખેડૂતોએ નુકસાન ઉઠાવવું પડે છે અને પાકનો નાશ કરવો પડે છે. આવું જ કઈંક તમિલનાડુના તિરુપુર જિલ્લાના અલ્લાપુરમમાં થયું છે.


ગામમાં રહેતા શિવકુમારે તેની ચાર એકર જમીનમાં ટામેટા ઉગાડ્યા હતા. પરંતુ કોઈ ખાસ લાભ ન થથાં તેનો નાશ કર્યો હતો. તેમણે ખુદ ટ્રેકટરને ટામેટાના પાક પર ફેરવી દીધું હતું. શિવકુમારે કહ્યું, પાકને તૈયાર કરવાનો જે ખર્ચ થાય છે તે નીકળી શકે તેમ નહોતો. જેથી તે પાકનો નાશ કરવા મજબૂર છે.


શિવકુમારે બીજ વાવવા, ખાતર છાંટવા, પાક ઉતારવા માટે શ્રમિકોને કરેલી ચૂકવણી અને પરિવહનનો થઈ આશરે દોઢ લાખ ખર્ચ કર્યો છે. આ બધા ખર્ચ બાદ ટમેટા માત્ર પાંચ રૂપિયાના ભાવે ખરીદવામાં આવી રહ્યા છે. જો સરકાર આમાં હસ્તક્ષેપ કરે અને ઓછામાં ઓછા 15 રૂપિયા પ્રતિ કિલોના હિસાબે ખરીદે તો ખેડૂત બચી જશે. કોઈપણ ખેડૂત પોતાનો પાક ખરાબ નથી કરવા માંગતો.


ખેડૂત મિત્રો કૃષિ સાધનો પર આ રીતે સરળતાથી મેળવી શકે છે લોન


ખેડૂતો ખેતીમાં અવનવા પ્રયોગો કરતા રહે છે. ખેડૂતો હવે નવી અને આધુનિક ટેકનોલોજીથી ખેતી કરી રહ્યા છે. આ ખેતી કૃષિ સાધનો વગર કરવી અશક્ય છે. કૃષિ સાધનો આવવાથી ખેતી સરળ થઈ છે. જાકે ટ્રેકટર, હાર્વેસ્ટર જેવી કૃષિ સાધનોની બજારમાં કિંમત ઘણી વધારે છે. તેથી ખેડૂતો ભાડા પર આ સાધનો લાવતાં હોય છે. જેનાથી ખેડૂતોને ખર્ચ વધે છે. પણ સરકાર ખેડૂતોની આ મુશ્કેલી દૂર કરવા તમામ કૃષિ સાધનો પર સબ્સિડી આપી રહી છે.


સરકાર આજકાલ ખેતીમાં ડ્રોનનો ઉપયોગ વધારવા ભાર આપી રહી છે. તેનો ઉપયોગ કરીને ખેડૂતો ખેતીને સરળ બનાવી શકે છે. આ ખરીદવા માટે ખેડૂતોને કૃષિ મશીનરી શિક્ષણ, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો અને રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા 100 ટકા ખર્ચ કે 10 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે.


ટ્રેક્ટર વગર આજકાલ ખેતી કરવા મુશ્કેલ છે. પરંતુ બજારમાં તેની કિંમત ઘણી વધારે છે. જોકે ખેડૂતોની મુશ્કેલી ઓછી કરવા માટે બેંકો દ્વારા લોન પણ આપવામાં આ છે. જો તમે ટ્રેકટર ખરીદવા લોન લેવા માંગતા હો તો નજીકની બેંક શાખામાં જઈને ટ્રેકટર લોનની તમામ જાણકારી મેળવી શકો છો.


ખેડૂતો સરળતાથી કૃષિ સાધનો ખરીદી શકે તે માટે સરકાર  સમયાંતરે યોજનાઓ લોન્ચ કરે છે. તેમાંથી એક છે કૃષિ વિકાસ યોજના. જેમાં ખેડૂતો 4 ટકા વાર્ષિક વૃદ્ધિ દર પર યંત્રો ખરીદી શકે છે. આ ઉપરાંત કસ્ટમર હાયરિંગ સેંટર તરફથી પણ ખેડૂતોને કૃષિ યંત્રો પર સબ્સિડી આપવામાં આવે છે.