World Cotton Day: 7 મી ઓક્ટોબરને વિશ્વ કપાસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારત દેશ કપાસ ઉત્પાદનમાં પ્રથમક્રમે છે, વિશ્વના કુલ ઉત્પાદનનો 25 ટકા હિસ્સો ભારતનો છે. ભારતમાં 3 કરોડ 20 લાખ ગાંસડીનું ઉત્પાદન થાય છે. ભારતમાં ગુજરાતમાં સૌથી વધુ કપાસનું ઉત્પાદન થાય છે. ગુજરાતમાં 26 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર થયું છે. 


07 ઓક્ટોબર, 2019 ના રોજ પ્રથમ વખત કોટન ડેની ઉજવણી કરવામાં આવી હતી. જેની શરૂઆત આ ચાર દેશો બેનિન, બુર્કિના ફાસો, ચાડ અને માલી દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી. તેમણે વર્ષ 2019માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં વિશ્વ કપાસ દિવસની સ્થાપના માટે સત્તાવાર પ્રસ્તાવ આપ્યો હતો. જેનો સ્વીકાર કરવામાં આવ્યો અને ત્યારથી દર વર્ષે આ દિવસની ઉજવણી થવા લાગી.


વિશ્વ કપાસ દિવસ 2023 ની થીમ


વિશ્વ કપાસ દિવસ દર વર્ષે નવી થીમ સાથે ઉજવવામાં આવે છે. આ વર્ષે તેની થીમ રા, 'મેકિંગ કોટન ફેયર એન્ડ સસ્ટેનેબલ ફોર ઓલ, ફ્રોમ ફાર્મ ટુ ફેશન'  ખવામાં આવી છે.



World Cotton Day 2023: આજે છે વિશ્વ કપાસ દિવસ, ભારત કપાસ ઉત્પાદનમાં પ્રથમ ક્રમે


વિશ્વ કપાસ દિવસનો હેતુ


વિશ્વ કપાસ દિવસ નિમિત્તે અનેક પ્રકારના કાર્યક્રમો અને જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે. જેનો ઉદ્દેશ્ય કપાસના ઉત્પાદનમાં વધારો કરવા અને તેને પ્રોત્સાહન આપવા માટે જરૂરી તમામ ફેરફારો કરવા, તેના ઉત્પાદન માટે જરૂરી ટેક્નોલોજીની સુવિધાઓ પૂરી પાડવા અને કપાસના વ્યવસાયમાં રોકાયેલા કામદારોની સ્થિતિ સુધારવા માટે કામ કરવાનો છે. તેમને રોજગારી પણ પુરી પાડે છે.


વિશ્વ કપાસ દિવસનું મહત્વ


કપાસના વ્યવસાયને જોઈએ તેટલું મહત્વ અને સુવિધાઓ મળી રહી નથી. કપાસમાંથી માત્ર કપડાં જ બનાવતા નથી પરંતુ તે ઘણા લોકો માટે રોજગારીનો સ્ત્રોત પણ છે. પ્રત્યક્ષની સાથે પરોક્ષ રીતે પણ અનેક લોકોને રોજગારી આપે છે.




અમરેલી જિલ્લામાં આ વર્ષે કપાસનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે. સિઝનનો સૌપ્રથમ ખેડૂતોને કપાસનો પાક આવી રહ્યો છે ખેડૂતો કપાસ લઈને જાહેર હરાજી વેચવા માટે આવી રહ્યા છે. સાવરકુંડલા તાલુકા સહિત અન્ય તાલુકામાંથી ખેડૂતો કપાસના વાહનો ભરીને એપીએમસી સેન્ટર ખાતે લાઈનો લગાવી દીધી હતી. અંદાજિત ત્રણસો જેટલા કપાસ ભરેલા વાહનો માર્કેટિંગ યાર્ડમાં જોવા મળી રહ્યા છે. શરૂઆતમાં જ સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડ કપાસથી ઉભરાયું છે. મોટી સંખ્યામાં ખેડૂતો ખુલી બજારમાં કપાસ લઈને વેચવા માટે આવ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક ખેડૂતોને પોષણક્ષણ ભાવો નથી મળી રહ્યા. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ખેડૂતોને ભાવ ઓછો મળી રહ્યા છે. દવા, ખાતર, મજૂરી જેવાં ખર્ચ વધી રહ્યાં છે તેની સામે જાહેર હરાજીમાં ખેડૂતોને રૂપિયા 1100 થી માંડીને રૂપિયા 1400 સુધીના ભાવો મળી રહ્યા છે.