અમદાવાદઃ NIDના 29 વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ માણતાં ઝડપાયા, 14 યુવતીઓ સામેલ
અમદાવાદઃ પાલડી ખાતે આવેલા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન(એનઆઇડી)ના વિદ્યાર્થીઓ પુષ્કર ફ્લેટમાં મોડી રાત્રે દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા. જેમાં 15 યુવકો અને 14 યુવતીઓનો સમાવેશ થાય છે. પોલીસે તમામ 29 યુવક-યુવતીઓની ધરપકડ કરી છે. કોઇ જાગૃત નાગરિકે પોલીસને મોડી રાત્રે ફોન કરીને પોલીસને જાણ કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે યુવક-યુવતીઓ દારૂ પીને જોરજોરથી મ્યુઝિક વગાડી રહ્યા હતા, જેની જાણ કોઈએ 100 નંબર પર ફોન કરીને કરી હતી. આ પછી પોલીસ કંટ્રોલ દ્વારા પાલડી પોલીસને જાણ કરતાં પોલીસે રેડ કરી હતી, જેમાં આ યુવક-યુવતીઓ દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા.
નોંધનીય છે કે, અગાઉ પોલીસ કમિશ્નરે એનઆઇડીના ડિરેક્ટરને ફોન કરીને કેમ્પસમાં દારૂ પીવાતો હોવાનું જણાવીને ચેતવણી આપી હતી. ત્યારે હવે પોલીસે દારૂ પીતા યુવક-યુવતીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -