‘ચાર બંગડીવાળી ગાડી’ ફેમ કિંજલ ભણે છે ધોરણ 12માં, દરેક કાર્યક્રમમાં નવી લક્ઝરીયસ કારમાં કરે છે એન્ટ્રી, જાણો બીજી વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકિંજલના પિતા હિરા ઘસવાની સાથે સાથે ગીતો લખવાનો પણ શોખ ધરાવતા હતા તે મિત્ર સાથે મળીને ગીતો પણ લખતા હતા. પિતા અને મનુ રબારીના પ્રયાસોથી નાની ઉંમરે કિંજલને ‘જોનડિયો’ લગ્નગીત આલ્બમમાં ગાવાનો મોકો મળ્યો. આ લગ્નગીત થોડા જ સમયમાં સમગ્ર ગુજરાતમાં હિટ રહ્યું હતું.
કિંજલ દવેના આલ્બમમાં વપરાયેલી ઔડી કારમાં કેટલાક મહિના અગાઉ એક વ્યક્તિનું અપહરણ કરવામાં આવ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. કિંજલ દવે થોડા દિવસો અગાઉ રીલિઝ કરવામાં આવેલા 'ચાર બંગડીવાળી ગાડી' આલ્બમથી જાણીતી થઇ હતી.
કિંજલ દવે લગ્ન ગીત, ગરબા, ભજન ઉપરાંત ગુજરાતી ફિલ્મોની ગીતો પણ ગાય છે. તે સિવાય કિંજલ અનેક સંગીતના કાર્યક્રમો કરે છે. તે એક પ્રોગ્રામદીઠ એકથી બે લાખ સુધીની ફી વસૂલ કરે છે.
કિંજલ દવેનો જન્મ ઉત્તર ગુજરાતના બનાસકાઠમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેને સંગીત વારસામાં મળ્યું છે. સંગીતના માહોલમાં ઉછરેલી કિંજલને નાનપણથી જ ગીતો ગાવાનો રસ જાગ્યો.
કિંજલ દવે હાલમાં અમદાવાદમાં ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરે છે. તે જ્યારે કોઇ કાર્યક્રમાં ઓડી કારમાં બેસીને એન્ટ્રી મારે છે ત્યારે લોકો પર તેનો જાદૂ છવાઇ જાય છે.
આ ગીતમાં તેના અવાજને કારણે લોકોએ તેને ખૂબ પસંદ કરી હતી. કિંજલ દવે વિશે જાણતા લોકો કહે છે કે કિંજલ હંમેશા પોતાના દરેક કાર્યક્રમમાં નવી મોંઘી કારમાં બેસીને જ એન્ટ્રી મારે છે.
અમદાવાદઃ ગુજરાતના હિટ આલ્બમ 'ચાર ચાર બંગડીવાળી ગાડી લાવી દઉ'માં વપરાયેલી કાર એક અપહરણ-હત્યામાં વપરાઈ હોવાનો ખુલાસો થતાં ફરી એકવાર આ ગીતની સિંગર કિંજલ દવે ચર્ચામાં આવી ગઇ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -