અમદાવાદના 17 વ્યાપારીને ભેળસેળ માટે જેલ, જાણો શેમાં શેની ભેળસેળ કરતા હતા
તે સિવાય બજારમાં 200થી 250 રૂપિયે કિલો જે શુદ્ધ ઘી વેચવામાં આવે છે તેમાં 80 ટકા સુધી વનસ્પતિ ઘી અને હળદરની મિલાવટ હોય છે. મ્યુનિસિપલ લેબના ઇન્ચાર્જ સાયન્ટિસ્ટ અતુલ સોનીએ કહ્યું કે, ‘સસ્તુ લેવાની ઇચ્છાએ લોકો જે ઘી, તેલ, દૂધ લે છે તેમાં વેપારીઓ ભેળસેળ કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે રમે છે. આ પ્રકારની ચીજોથી લોકોને કેન્સર અને હૃદયની જીવલેણ બીમારીઓ થવાની શક્યતા વધી જાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅધિકારીના કહેવા પ્રમાણે, કેરીના રસમાં પણ સિન્થેટિક કલરનો સખત ઉપયોગ થાય છે. કલરના ભેળસેળવાળો રસ પીવાના કારણે શરીરનું ચેતાતંત્ર નબળું પડી જાય છે. જેના કારણે વીટનેસ સખત આવી જાય છે. જે વેપારીઓને સજા કરવામાં આવી છે તે વેપારીઓની યાદી - બોમ્બે શરતબતવાલા, કાંકરિયા - ન્યૂ કૈલાસ ડેરી, બાપુનગર - શ્રી રત્નેશ્વરી દૂધ ઘર, નિકોલગામ - નિયતિ પ્રોડકટસ, નવા નરોડા - મહાલક્ષ્મી ડેરી પ્રોડકટસ, બાપુનગર - યુવરાજ જયુસ સેન્ટર, બાપુનગર - પ્રિન્સ કોર્નર, અમરાઈવાડી - ધારા ઓઈલ ડેપો, ઈસનપૂર રોડ - શ્રી રામદેવ પ્રોવિઝન સ્ટોર્સ, ઓઢવ - સૂરજ જયુસ સેન્ટર, નરોડા - અવની પ્રોવિઝન સ્ટોર, હાથીજણ - કર્ણાવતી પ્રોવિઝન સ્ટોર, વસ્ત્રાલ - રીસીરીચ સ્વીટ એન્ડ બેકરી, સરદારનગર - હરીઓમ ડેરી ફાર્મ, સરસપુર - ભવાની દૂધ ઘર, ચમનપુરા - કેરીનો રસનો મંડપ, ગાયત્રીનગર, ઓઢવ - નારાયણ દૂધ ઘર, કુબેરનગર
અમદાવાદઃ અમદાવાદમાં લારી-ગલ્લા પર વેચાતા ફરસાણ સાથે અપાતી ચટણી અને ઘીમાં ભેળસેળ કરવા બદલ 17 વેપારીઓને 6-6 માસની સજા તથા બે લાખ સુધીનો દંડ કરવામાં આવ્યો છે. મળતી વિગતો અનુસાર, ફરસાણની લારીઓ પર ટામેટાના સોસ રૂપે જે ચટણી અપાય છે તેમાં ટામેટું હોતું જ નથી પરંતુ તેમાં કોળું અને દૂધીના કૃત્રિમ ફ્લેવર્સ અને કપડાને ડાઈ કરવાના રંગ ભેળવવામાં આવે છે.
સૂત્રોના કહેવા પ્રમાણે, ટોમેટો સોસના નામે દૂધી અને કોળું ઉપયોગમાં લઈ તેમાં સિન્થેટિક ક્લર,સ્ટાર્ચ ભેળવવામાં આવે છે. ખાંડ ઉમેર્યા બાદ તેમાં કલર ભેળવે એટલે સોસ લાલ દેખાય છે. લારીઓ પણ મોટા ભાગે આ સોસનો ઉપયોગ થાય છે જેનાથી કેન્સર થાય છે. શુદ્ધ ઘીમાં રિચર્ડ મિશેલ વેલ્યૂ મિનિમમ 24 હોવી જોઈએ. બ્રાન્ડેડ ઘીમાં આ પ્રમાણ 25 થી 30 વચ્ચે હોય છે પણ ઘીમાં ભેળસેળ થાય તો આ પ્રમાણ 1-2 સુધીનું થઈ જાય છે. ઘીનો કલર પીળો કરવા હળદર ભેળવાય છે. આનાથી હૃદય અને કેન્સરની બીમારી થવાની ભીતિ રહે છે.
મ્યુનિસિપલના હેલ્થ ઓફિસર ડો.ભાવિન સોલંકીએે કહ્યું કે, વર્ષ 2017માં ફલાઈંગ સ્કવોડ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી 320 જેટલા ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા જેની લેબમાં તપાસ કરતા તેમાંથી 13 મિસબ્રાન્ડેડ, 12 સબ સ્ટાર્ન્ડડ અને બે અનસેફ જાહેર કરવામાં કરાયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -