અમદાવાદ સહિત ગુજરાતની કઈ-કઈ 19 હોટલ અને રિસોર્ટે દારૂની મંજૂરી માગી? જાણો વિગત
ગ્લોબલ વાયબ્રન્ટ સમિટમાં આવનારાં વિદેશી ડેલિગેટો અને મહેમાનોને ગુજરાતની સ્ટાર હોયલો અને રિસોર્ટમાં ઉતારો આપવામાં આવે છે. પ્રવાસનના નામે આ હોટલો અને રિસોર્ટમાં દારૂના પરવાનાં અપાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઉપરાંત ગુજરાતમાંથી શિલ્પી હિલ રિસોર્ટ (સાપુતારા), આકાર હોટલ (સાપુતારા), શિવનોટિકા (મુંદ્રા, કચ્છ), અમિધારા રિસોર્ટ (જૂનાગઢ), સરોવર પાર્ટિકા(ભાવનગર) અને કમ્ફર્ટ હોસ્પિટાલિટી પ્રા.લિએ દારૂની મંજૂરી માગી છે.
અમદાવાદની પ્રાઈટ હોટલ, એવલોન હોટલ, રેડિસન હોટલ, ક્લાઉડ હોટલ, ગ્રાન્ડ સેવન ક્લબ, ફોર્ચ્યુન લેન્ડમાર્ક, સ્ટોકહેઈમ (સાંણદ), ધ ફર્ન, હયાત રેજેન્સી, હોટલ સિલ્વર ક્લાઉડ અને અખિલ પેલેસ હોટલે દારૂની મંજૂરી માગી છે.
જાન્યુઆરીમાં ગાંધીનગરમાં ગ્લોબલ વાયબ્રન્ટ સમિટ યોજવા અત્યારથી જ પૂરજોશમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. વિદેશી મહેમાનોને શરાબ મળી રહે તે માટે 19 સ્ટાર હોટલો અને રિસોર્ટોએ વિદેશી દારૂ માટે લાયસન્સ મેળવવા અરજીઓ કરી છે. જોકે ટુરિઝમ વિભાગના હાઈપવર કમિટીએ લીલીઝંડી આપી દીધી છે. પરંતુ ગૃહમંત્રાયલ મંજૂરીની મ્હોર મારશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -