ગુજરાતના કયા ચાર સિનિયર IPS અધિકારીઓને DGP કેડરમાં અપાઈ બઢતી, જાણો વિગત
ગુપ્તચર વિભાગના વડા શિવાનંદ ઝા, સીઆઈડી ક્રાઈમના વડા આશિષ ભાટિયા, અમદાવાદ પોલીસ કમિશ્નર એ.કે.સિંગ અને ઈન્ચાર્જ ડીજીપી પ્રમોદ કુમાર અને તીર્થ રાજની સાથે કુલ 9 ડીજી રેન્કના અધિકારીઓ થઈ ગયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્ય સરકારે 4 સિનિયર આઈપીએસ અધિકારીઓને એડીજીમાંથી ડીજી તરીકેની બઢતી આપતા હવે ગુજરાતમાં ડીજી રેન્કના કુલ 9 અધિકારીઓ થઈ ગયા છે. જે પહેલા ત્રણ હતાં.
આઈપીએસ વિપુલ વિજોયે વર્ષ 2015માં પીએસઆઈ સહિત 13 પોલીસ કર્મચારીને પોતાના ગેરેજમાં બંધક બનાવ્યા હતા. કરાઈ પોલીસ એકેડમી ખાતે આવેલા બંગલામાં પોલીસ જવાનોને બંધક બનાવાયાના સમાચાર પ્રર્દિશત થતા સરકારે ઉચ્ચ પોલીસ અધિકારીઓને દોડાવી તમામને છોડાવ્યા હતા. આ કેસની તપાસમાં વિજોયને કલીનચીટ મળી છે.
આ ચારેય આઈપીએસમાં વિપુલ વિજોય 1983 બેચના, એ.કે.સુરોલીયા 1985 બેચના, મોહન ઝા 1985 બેચના અને ટી.એસ.બિસ્ટ 1985 બેચના અધિકારી છે. હાલ આ અધિકારીઓ એડિશન ડીજીપી કેડરમાં ફરજ બજાવી રહ્યા છે. વિપુલ વિજોયને 17 મે 2017ની અસરથી ડીજીપીનું પ્રમોશન આપવામાં આવ્યું છે.
અમદાવાદ: ગુજરાતના ચાર સિનિયર આઈપીએસ અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે. ગુજરાત સરકારે ચાર સિનિયર આઈપીએસ અધિકારીઓ એવા વિપુલ વિજોય, એ.કે.સુરોલીયા, મોહન ઝા અને ટી.એસ બિસ્ટને એડિશનલ ડીજીમાંથી ડીજી તરીકે બઢતી આપવામાં આવી છે. ગુજરાત સરકારના આ નિર્ણયથી ગુજરાતમાં ડીજી રેન્કના કુલ 9 અધિકારીઓ થઈ ગયા છે જે પહેલા ત્રણ હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -