આજથી કાંકરિયા કાર્નિવલની શરૂઆત, નોટબંધીને લઈને અમદાવાદીઓ માટે કરાઈ ખાસ વ્યવસ્થા, જાણો
કેશલેસ પેમેન્ટથી લોકોને જાગૃત કરાશે. કાંકરિયા કાર્નિવલમાં ‘બંદે મે હૈ દમ’ નામનું નાટક ભજવાશે. તેમજ સરહદ પર સરહદ પર ફરજ બજાવતા સૈનિકોની મહત્વતા રજૂ કરતો સર્જિકલ સ્ટ્રાઈક થીમ આધારિત પર્ફોમન્સ પણ માણવા મળશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅત્યાર સુધીના કાંકરિયા કાર્નિવલમાં સરકારની યોજનાઓ અને મેસેજ આપતી પ્રસ્તુતી કરવામાં આવતી હતી. બેટી બચાવો, બેટી પઢાઓ, સ્વચ્છતા અભિયાન, પાણી બચાવો, નશાબંધી, ગુજરાતનું ગૌરવ, ટ્રાફિક અવેરનેસ જેવા પર્ફોમન્સ રજૂ થતાં હતા. તે પર્ફોમન્સ તો રજૂ થશે જ, પણ આ વખતના કાંકરિયા કાર્નિવલમાં નોટબંધી અને સર્જિકલ સ્ટ્રાઈક મુખ્ય મુ્દા રહેશે.
કાંકરિયા કાર્નિવલમાં મુલાકાતીઓ માટે 4 એટીએમની સુવિધા ઉભી કરાઈ છે, 10 સ્વાઈપ મશીન- ક્યુઆર કોડ દ્વારા નાણાકીય વ્યવહાર માટે 10 કાઉન્ટર ઉભા કરાયા છે. લેકફ્રન્ટમાં રાઈડ્સ અને ખાણીપીણી સ્ટોલમાં ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરવાની વ્યવસ્થા ઉભી કરાઈ છે. રાઈડ્સમાં કેશલેસ સીસ્ટમનો ઉપયોગ કરનારાને 10 ટકા ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરાઈ છે.
કાર્નિવલમાં દર વર્ષની જેમ આ વર્ષે રાત્રે લેસર શો અને આતશબાજી તો ખરી. તે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો, લોકનૃત્યો, હોર્સ શો, ડોગ શો, પપેટ શો, લોક સંગીતના કાર્યક્રમો યોજાશે. તબલા વાદન, માઉથ ઓર્ગન, રોક બેન્ડ, પ્લેબેક સીંગીગ, ફૂડ ફેસ્ટીવલ, નામાંકિત કલાકારો દ્વારા લોકડાયરો અને હાસ્ય દરબાર યોજાશે.
કાંકરિયા કાર્નિવલમાં 7 દિવસ સુધી લાખોની સંખ્યામાં જનમેદની ઉમટી પડે છે, તેને એનકેશ કરવા માટે ભાજપ સરકારે કાંકરિયા કાર્નિવલના પ્લેટફોર્મ પર નાટક ભજવાશે. જેમાં લોકો ડિજિટલ તરફ વળે અને લોકો કેશલેસ બને તે માટે સમજાવવાનો પુરો પ્રયત્ન કરાશે.
અમદાવાદ: કાંકરિયા કાર્નિવલનો આજથી એટલે કે 25 ડિસેમ્બરથી પ્રારંભ થઈ રહ્યો છે, જે 31 ડિસેમ્બર સુધી ચાલશે. આ વખતના કાંકરિયા કાર્નિવલમાં સર્જિકલ સ્ટ્રાઈક અને નોટબંધીને સફળ બનાવવા માટેના કેશલેસ કાર્યક્રમો યોજાશે. જો કે આમ જનતાને નોટબંધી પછી કોઈ તકલીફ ન પડે તે માટે સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. એટીએમ સેન્ટર સહિત કાર્ડથી પેમેન્ટ સ્વીકારવા માટેની વ્યવસ્થા કરાઈ છે. રાઈડ્સમાં કેશલેસ પેમેન્ટમાં 10 ટકા ડિસ્કાઉન્ટ કરાયું છે. આગલા દિવસે કાંકરિયા કાર્નિવલની તડામાર તૈયારીઓ ચાલતી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -