હાર્દિક ફરી મેદાનમાં, પાટીદાર અનામત મુદ્દે નીતિન પટેલની કાઢી કેવી ઝાટકણી ? જાણો
હાર્દિકે પેજ પર લખ્યું છે કે, ગઈ કાલે મહેસાણા આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સરકારની નોટબંધીના મામલે આકરાં પ્રહારો કર્યા હતા. આ પછી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે, રાજ્યમાં પાટીદારોને અનામત આપીશું તેવા સ્થાનિક નેતાઓના આશ્વાસન બાદ આજે તેમના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી મહેસાણા આવ્યા હતા. જેમાં તેમણે પાટીદારોને અનામત આપવા અંગે કોઈ ઉલ્લેખ કર્યો ન હતો. જેના કારણે કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ પાટીદારોને આપેલા વચનોનો ફુગ્ગો ફૂટી ગયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાર્દિકે પત્રકારો સાથેની વાતચીતનો ઉલ્લેખ કરતાં લખ્યું છે કે, પાટીદારોએ આપેલા દસ્તાવેજોનો સરકારે અભ્યાસ કર્યો કે કેમ? તે અંગે પુછાયેલા સવાલનો જવાબ આપવાનું નીતિન પટેલે ટાળ્યું હતું. જવાબ આપવાના બદલે તેમણે ભૂતકાળમાં નવનિર્માણ, અનામત આંદોલન સહિતના આંદોલનોમાં કોંગ્રેસ દ્વારા કરાયેલા દમનની માહિતી આપીને સિફતપૂર્વક જવાબ આપવાનું ટાળી દીધું હતું.
તેણે એમ પણ લખ્યું છે કે, છેલ્લા થોડા સમયથી પાસ અને સરકાર વચ્ચે અનામત મુદ્દે વાટાઘાટો ચાલી રહી છે. આ મામલે સરકાર અને પાસના કન્વીનરોની બે થી ત્રણ બેઠકો યોજાઈ હતી. આ બેઠકોમાં પાસ દ્વારા ગુજરાત સરકારને વિવિધ રાજ્યોમાં અપાયેલી અનામતના અભ્યાસ માટે કેટલાક દસ્તાવેજો આપ્યા હતા. આ મામલે તત્કાલિન સમયે કહ્યું હતું કે, અમે અભ્યાસ કરીશું.
અમદાવાદઃ પાટીદારોને અનામત આપવાના મામલે સરકાર અને પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના કન્વીનરો સાથે યોજાયેલી બેઠકમાં PAAS તરફથી અપાયેલા વિવિધ રાજ્યોમાં અનામત અંગેના દસ્તાવેજો અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જવાબ આપવાનું ટાળ્યું હતું. નીતિન પટેલે નોટબંધી અંગે રાહુલ ગાંધીએ કરેલા પ્રહારોનો જવાબ આપવા પત્રકાર પરિષદ યોજી હતી. અહીં તેમને પાટીદારો આપેલા દસ્તાવેજો અંગે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપવાનું ટાળ્યું હતું. આ વાત હાર્દિકે પોતાના ફેસબૂક પેજ પર લખી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -