Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
અમદાવાદઃ મારા શર્ટના બટન ખોલી, મારું અડધું પેન્ટ ઉતારી દઈ બે જણાએ મારી સાથે બાંધ્યા સંબંધ ને.......
ઉપર જણાવેલ વૃષભ મારૂ તથા યામિની નાયર રહે. આકાંક્ષા ફ્લેટ, જયમાલા, ઈસનપુર તથા ગૌરવ મહાવીર દાલમીયા રહે. નિગમ સોસાયટી ઘોડાસર તથા ત્રણ અજાણ્યા ઈસમો તથા એક અજાણી છોકરી વિરૂદ્ધમાં કાયદેસરની તપાસ કરાય તેવી ફરિયાદ નોંધાવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appત્યાર બાદ યુવતીને વચ્ચેની સીટ ઉપર સુવડાવીને બે ઈસમો યુવતી પાસે વચ્ચેની સીટમાં બેસી હાથપગ પકડી રાખી જબરદસ્તીથી ટોપ ઉતારી તેના શરીરે હાથ ફેરવી મોબાઈલથી તેનો વીડિયો ઉતારી આ બધું ગૌરવે કરાવેલ હોવાનું જણાવી કોન્ફી હોટલથી આગળ જયમાલા રોડ પર ઉતારી દઈને નાસી ગયા હતાં.
આ બનાવ બાદ ગઈ તા. 26મીની સાંજે આશરે પાંચેક વાગ્યાની આસપાસ યુવતી ઘરેથી ચાલતા ચાલતા કોન્ફી હોટલની ગલીમાંથી જઈ રહી હતી. ત્યારે યુવતીના પાછળથી એક કાળા કલરની સ્કોર્પિયો જેવી ગાડી આવી ઉભી રહી હતી અને ગાડીનો દરવાજો ખોલી ગાડીમાંથી એક ઈસમે યુવતી ઉપર સ્પ્રે છાંટી તેનો હાથ પકડી જબરદસ્તી ગાડીમાં ખેંચી બેસાડી દીધી હતી અને ગાડી હંકારી મૂકી હતી.
તેના થોડા દિવસો બાદ મણિનગર સત્યમ ટાવરની પાછળની ગલીમાં બે અજાણ્યા છોકરા તથા બે છોકરીઓએ મોંઢું બાંધી આવીને યુવતીને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. આ અગાઉ નહેરુનગર ખાતે બનેલ બનાવમાં લઈ લીધેલ યુવતી મોબાઈલ ફોન તથા ખાલી પર્સ પરત આપ્યું હતું.
ત્યારબાદ વૃષભ મારા નામના ઈન્સ્ટ્રાગ્રામ આઇ.ડી. પરથી યુવતીને બિભત્સ ફોટા મોકલી હતી અને યુવતીને હોટલમાં આવવાનું કહી બ્લેકમેલ કરી રૂા. 50,000ની માંગણી કરતા ઈન્સ્ટાગ્રામ પર મેસેજ મોકલી જલધારા વોટરપાર્કથી જીરાફ સર્કલ તરફ જતાં રસ્તા સામેના ફૂટપાથ પર યુવતી પાસે રૂપિયા 3700 તથા સોનાની વિંટી મુકાવી તે લઈને ભાગી ગયા હતાં.
એક ઈસમે યુવતીને માથામાં લાકડી મારેલી હતી જેના કારણે માથામાં સોજો આવી ગયો હતો જેની યુવતીએ કોઈ સારવાર કરાવી નહોતી. તેમણે મારું પર્સ જેમાં મારા પાસપોર્ટ સાઈઝના ફોટા તથા રૂા. 1000 હતા તે લઈ કોઈને પણ કંઈ કીધું તો તારો જે વીડિયો ઉતાર્યો છે તે વાયરલ કરી તને બદનામ કરી નાંખીશું. તારા બોયફ્રેન્ડ તથા તારી બહેનને મારી નાંખીશું તેવી ધમકી આપી હતી.
ત્યારબાદ તેઓએ યુવતીના ગુપ્તભાગે લાકડી નાંખી દીધી હતી અને બે જણાં મારો વીડિયો ઉતારતા હતા અને આ સિવાય બે જણાં હિન્દીમાં એવું બોલતા હતા કે ‘ઈસકો સિર્ફ ડરાના હૈ’ અને આ લોકો અંદરો-અંદર વાતો કરતા હતા જેમાં એક ઈસમને વૃષભ નામથી બોલવતા હતા. આ બધું જોઈને યુવતી ડરી ગઈ હતી.
તેમાંથી મંકી કેપ પહેરેલા ચાર છોકરાઓ ઉતર્યાં હતા અને યુવતી પાસે આવીને કંઈ સમજે તે પહેલાં જ યુવતીને કેફી પદાર્થ સુંઘાડી દીધો હતો, જેથી યુવતી અર્ધબેભાન જેવી હાલત થઈ ગઈ હતી અને તેમણે યુવતીને પોતાની ગાડીમાં બેસાડી દીધી હતી. કારમાં યુવતીના શર્ટના બટન ખોલી નાંખીને અડધું પેન્ટ ઉતારી દઈ બે જણાએ બળજબરીથી મારી સાથે બળાત્કાર કર્યો હતો.
અમદાવાદના એક યુવતી માતા-પિતા અને ત્રણ ભાઈ-બહેન સાથે રહે છે. ગત માર્ચમાં યુવતી એના ઘરેથી એક્સેસ લઈ રાતના સાડા આઠેક વાગ્યાના સુમારે નહેરૂનગર ખાતે ફરવા ગઈ હતી અને ટુ-વ્હીલર નહેરૂનગરથી ઝાંસીની રાણી વચ્ચેના સર્વિસ રોડ પર પાર્ક કરી ઉભી રહી હતી ત્યાં તેની આગળ એક કાળા કલરની સ્કોર્પિયો જેવી કાર આવી હતી.
પરંતુ પૈસાની માંગણી ન સંતોષાતા આ યુવતીનું ફરીથી ઈસનપુર વિસ્તારમાં એ જ પ્રકારે ફરી કારમાં અપહરણ કરી શારીરિક છેડછાડ કરવામાં આવી હતી, જેથી કંટાળેલી યુવતીએ તેના પરિવારને જાણ કરતા આખરે આ મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. આ ગુનાનાં આરોપીઓમાં એક યુવતીનો પણ સમાવેશ થાય છે.
અમદાવાદ: અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં રહેતી 22 વર્ષીય યુવતી પર સેટેલાઈટ વિસ્તારમાં બેભાન કરવાનું સ્પ્રે છાંટી કારમાં અપહરણ કરી બે શખ્સો દ્વારા બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. જ્યારે બળાત્કારનો વીડિયો ઉતારીને યુવતીને બ્લેકમેઈલ કરી રૂપિયા 50 હજારની માંગણી કરવામાં આવી હતી. માર્ચ મહિનામાં બનેલી આ ઘટના અંગે કોઈને જાણ કરે તો ગંભીર પરિણામો આવશે તેવી ધમકીને વશ થઈ યુવતીએ કોઈને જાણ કરી નહતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -