નરોડા પાટીયા હત્યાકાંડ મામલે હાઈકોર્ટે 3 દોષિતોને 10 વર્ષની સજા ફટકારી
જો કે હાઇકોર્ટે આ અરજીઓ પણ સુનાવણી દરમ્યાન 20 એપ્રિલનાં રોજ આ ત્રણેય આરોપીઓને દોષી જાહેર કર્યા હતાં. ત્યારે હવે હાઈકોર્ટે ત્રણેય આરોપીઓને સજા ફટકારી છે. અન્ય 29 લોકોને મુક્ત કરી દીધાં હતાં. ખંડપીઠે આ દોષિઓની સજાનાં સમય પર આદેશ સુરક્ષિત રાખ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ: નરોડા પાટિયા હત્યાકાંડ મામલે હાઈકોર્ટે 3 આરોપીઓને સજા ફટકારી છે. હાઈકોર્ટે ઉમેશ ભરવાડ, રાજકુમાર ચોમાલ અને પરમેન્દ્ર જાધવને 10-10 વર્ષની સજા ફટકારી છે. મહત્વનુ છે કે, આ પહેલાં વર્ષ 2012નાં એક ચુકાદામાં 3 દોષીઓ- પી.જી રાજપૂત, રાજકુમાર ચૌમલ અને ઉમેશ ભરવાડ સહિત અન્ય 29 લોકોને પણ એસઆઇટીની વિશેષ કોર્ટે નિર્દોષ જાહેર કરી દીધાં હતાં.
ઉલ્લેખનીય છે કે 16 વર્ષ પહેલાં 28 ફેબ્રુઆરી 2002નાં રોજ અમદાવાદનાં નરોડા પાટિયા વિસ્તારમાં સૌથી મોટો કાંડ થયો હતો. 27 ફેબ્રુઆરી 2002નાં રોજ ગોધરામાં સાબરમતી એક્સપ્રેસનાં ડબ્બાઓ પણ સળગાવ્યાં બાદ બીજા જ દિવસે ગુજરાતમાં ચારે બાજુ કોમી રમખાણો થઇ ગયા હતાં. જેમાં નરોડા સંપૂર્ણ રીતે ભડકે બળ્યું હતું. તમને જણાવી દઇએ કે નરોડા પાટિયા કેસમાં થયેલ કોમી રમખાણમાં 97 લોકોની હત્યા કરવામાં આવી હતી. જેમાં 33 લોકો ઘાયલ થયાં હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -