દિવ જનારા લોકો માટે ખુશખબર, અમદાવાદથી દિવ વચ્ચે શરૂ થશે ફ્લાઇટ, બહુ જ ઓછું હશે ભાડુ
કેન્દ્ર સરકારની ઉડાન સ્કીમ હેઠળ દેશના 20 રાજ્યોમાં જ્યાં અન રિઝવર્ડ અને અન સર્વડ એરપોર્ટ હોય તેવા એરપોર્ટને જીવંત કરવામાં આવશે. નાગરિક ઉડ્ડયન સચિવ આર.એન.ચૌબેએ ગુરુવારે જાહેરાત કરતા જણાવ્યું હતું કે કોઈ પણ ફ્લાઇટમાં 50 ટકા સીટ માટે મહત્તમ ભાડું 2500 રૂપિયા રાખવું પડશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉડાન યોજના હેઠળ એરલાઇન્સને થનારા નુકસાનની ભરપાઈ સરકાર કરશે. ઉડ્ડયન સચિવના જણાવ્યા અનુસાર 80 ટકા સબસિડી રાજ્ય સરકાર અને બાકીની કેન્દ્ર સરકાર આપશે. 11 કંપનીઓએ 200 રુટ માટે 45 પ્રસ્તાવ રજૂ કર્યા હતા. પહેલા તબક્કામાં 70 એરપોર્ટ પર ફ્લાઇટ શરૂ કરવાનો પ્રસ્તાવ છે.
તમામ ફ્લાઇટ આગામી સપ્ટેમ્બર સુધીમાં શરૂ કરવાની યોજના છે. ઉડ્ડયન પ્રધાન અશોક ગજપતિ રાજુએ જણાવ્યું હતું કે રુટ પર કુલ 13 લાખ બેઠકો ઉપલબ્ધ રહેશે.યોજના હેઠળ પ્રવાસીઓને કોઈ પણ પ્રકારનો એરપોર્ટ ચાર્જ ચૂકવવો પડશે નહીં.
અમદાવાદઃ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કેન્દ્ર સરકારની ઉડાન (ઉડે દેશ કા આમ આદમી) યોજના હેઠળ પ્રથમ તબક્કામાં 128 રૂટ પર ઓછા ભાડામાં વિમાન સેવા શરૂ કરવાની જાહેરાત કરી હતી. પ્રથમ તબક્કામાં ગુજરાતમાં અમદાવાદ, સુરત, દ્વારકા, દીવ , મુન્દ્રા, જામનગર સહિતના નવ સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે. યોજના હેઠળ એક કલાકની ફ્લાઇટ માટે મહત્તમ 2500 રૂપિયા ભાડું રહેશે. આગામી ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં આ સેવાની શરૂઆત કરવામાં આવશે.
ઉડાન યોજનાના પ્રથમ તબક્કામાં ગુજરાતના અમદાવાદ, દ્વારકા, મુન્દ્રા, જામનગર, પોરબંદર, ભાવનગર, સુરત, દીવ અને કંડલા સામેલ છે. ઉપરાંત પુડ્ડુચેરી, સિમલા જેવા શહેરો પણ સામેલ છે જ્યાં પહોંચવા માટે અત્યાર સુધી ઓછી ફ્લાઇટ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -