હવે રાજ્યની ખાનગી શાળામાં મહતમ 27000 ફી જ લઇ શકાશે, પ્રાથમિક-માધ્યમિકમાં કેટલી ફી લઇ શકાશે
ઉપરાંત વિદ્યાર્થી પાસેથી ઉઘરાવેલી ફીની બમણી રકમ પણ પરત કરવાની રહેશે. જે રકમ ૧૫ દિવસમાં ચૂકવવાની રહેશે. આ કમિટી 'સુઓ મોટો' પોતે અથવા અરજદારની અરજીના આધારે શાળા સામે યોગ્ય કાર્યવાહી કરી શકશે. વિધેયકમાં જોગવાઈ કરાઈ છે કે સરકારે ઠરાવેલી ફી કરતાં ઓછી ફી લેતી હોય તેવી શાળાઓને ફી નિર્ધારણમાંથી માફી આપી શકાશે પણ આવી શાળા ઠરાવાયેલી ફીમાં સુધારો કરી શકશે. પ્લે ગ્રુપ, ઘોડિયાઘર, પૂર્વ પ્રાથમિક શાળાઓને આ અધિનિયમની જોગવાઈના અમલમાંથી મુક્તિ અપાઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનિયત કરેલી ફી કરતા વધુ ફી લઈ કાયદાનો ભંગ કરનારી શાળાને પ્રથમ વાર રૂપિયા પાંચ લાખનો અને બીજી વખત ભંગ બદલ પાંચથી ૧૦ લાખ સુધીનો દંડ કરાશે જ્યારે ત્રીજીવારના ભંગ માટે શાળાની માન્યતા રદ કરી એનઓસી પરત ખેંચવા સહિતની કાર્યવાહી કરાશે.
ફી કમિટી અમદાવાદ, વડોદરા,રાજકોટ, સુરત એમ ચાર ઝોનમાં બનશે. કમિટીના અધ્યક્ષ તરીકે નિવૃત્ત જિલ્લા ન્યાયાધીશ, નિવૃત અધિક જિલ્લા ન્યાયાધીશ, નિવૃત આઇ.એ.એસ., આઇ.પી.એસ.(એડીજીપી કક્ષાના) રહેશે. અન્ય સભ્યમાં સ્વનિર્ભર સ્કૂલ સંચાલક મંડળના પ્રતિનિધિ, રાજય સરકાર નિયુકત કરે તે સીએ, સરકાર માન્ય વેલ્યુઅર, સરકાર દ્વારા નિયુકત એક શિક્ષણશાસ્ત્રી રહેશે. જિલ્લા શિક્ષણાધિકારી કો-ઓર્ડિનેટર તરીકે વહીવટી મદદ પુરી પાડશે.
આગામી જૂન-2017-18ના નવા શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ લેનારા બાળકોના વાલીઓ પાસેથી નિયત કરાયેલી ફી કરતા વધુ ફી લેનાર સ્કૂલોએ બીજા સત્રમાં વધારાની ફી સરભર કરવાની રહેશે. ઉલ્લેખનીય છે કે રાજયમાં 9384 સ્વનિર્ભર પ્રાથમિક, 3831 સ્વનિર્ભર માધ્યમિક, 3032 ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલો છે.
ગાંધીનગરઃ હવે રાજ્યમાં ખાનગી શાળાઓ વિદ્યાર્થીઓ પાસેથી મનફાવે તેટલી ફ્રી વસૂલી શકશે નહીં. રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ શિક્ષણને લગતું મહત્વનું બીલ ગુજરાત સ્વનિર્ભર ફી નિયમન બીલ રજૂ કર્યુ હતું. શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ બેફામ ફી અંગે મળતી વારંવારની ફરિયાદોનો કાયમી ઉકેલ લાવવા માટે ધી ગુજરાત સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ (રેગ્યુલેશન ઓફ ફીઝ બિલ- ૨૦૧૭) ગૃહમાં રજૂ કર્યું હતું.
આ સિવાય કોઇ પણ વધારાની ફી શૈક્ષણિક સંસ્થાઓ વસુલી શકશે નહીં. શૈક્ષણિક સંસ્થામાં મનસ્વી રીતે વસુલવામાં આવતી ફી સામે આકરા પગલા લેવામાં આવશે. ફી નિયમન સિમિતિની રચના સરકાર કરશે. જેમાં કાયદાનો ત્રણ વાર ભંગ કરનાર શૈક્ષણિક સંસ્થાની માન્યતા રદ્દ કરવામાં આવશે. પ્રથમ વાર કાયદાનો ભંગ કરનારને રૂ.5 લાખનો દંડ કરવામાં આવશે.
આ બિલથી જો કોઈ શાળા સંચાલકો વધુ ફી લેવી હશે તો ફી નિર્ધારણ કમિટી સમક્ષ જઈને તેનું વાજબીપણું સાબિત કરવું પડશે. પ્રાથમિક ખાનગી શાળામાં વાર્ષિક મહત્તમ રૃા. ૧૫૦૦૦, માધ્યમિક શાળામાં રૃા. ૨૫,૦૦૦ અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં રૃા. ૨૭૦૦૦ની ફીનું ધોરણ નક્કી કરાયું છે. જેનો અમલ જૂન- ૨૦૧૭ના નવા શૈક્ષણિક સત્રથી કરાશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -