અમદાવાદઃ 'નદીમાં પડવા જઈએ છીએ' કહી દરવાજાને મારી દીધી સ્ટોપર, સાબરમતીમાંથી મળી દંપતીની લાશ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદીકરી અને દીકરા સાથે સામાન્ય બાબતે તકરાર થતા એક્સાઇઝના અધિકારી અને તેમની પત્નીના આપધાત પાછળનુ કારણ શંકા ઉપજાવે છે. પોલીસે હાલમા મૃતક દપંતીના પરિવારની પુછપરછ શરૂ કરી છે. આ આપઘાત પાછળ અન્ય કોઈ કારણ હોવાની શકયતા પોલીસે વ્યકત કરી છે.
અમદાવાદઃ શહેરના સુભાષબ્રિજ પરથી સાબરમતી નદીમાં ઝંપલાવીને એક્સાઇઝના અધિકારીએ પત્ની સાથે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. દીકરી સાથે ઝઘડો થયા પછી મોડી રાત્રે પતિ-પત્ની અમે નદીમાં પડવા જઈએ છીએ તેવું કહીને બહારથી સ્ટોપર મારીને નીકળી ગયા બાદ દંપતીએ સુભાષબ્રિજ પરથી કૂદીને આપઘાત કરી લીધો હતો. જોકે, આપઘાત પાછળ અન્ય કોઈ કારણ હોવાની શકયતા પોલીસે વ્યક્ત કરી છે.
સપનાની બોર્ડની પરીક્ષાનું છેલ્લું પેપર બાકી હતું. ગઇ કાલે મોડી રાત સુધી સપના ઘરે વાંચી રહી હતી. મોડી રાત સુધી વાંચતી હોઇ ચીમનલાલ અને તેમની પત્નીએ સપનાને મોડી રાત સુધી વાંચવાની જગ્યાએ સવારના સમયે વાંચવા અંગે જણાવ્યું હતું. આ અંગે તકરાર થઈ હતી. દરમિયાન આવેશમાં આવીને બંને પતિ-પત્ની ઘરને બહારથી સ્ટોપર મારીને અમારે નથી જીવવું કહી એક્ટિવા લઇ ઘરેથી નીકળી ગયાં હતાં.
આ અંગે તેમના પુત્ર હરીશે પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરી તેમનાં માતા-પિતા નદીમાં પડવા જઇએ છીએ કહી નીકળી ગયાં છે, તેમ કહી મદદ માગી હતી. પોલીસે શહેરમાં આવેલા તમામ બ્રિજ પર તપાસ કરતાં મોડી રાતે ત્રણ વાગ્યે સુભાષબ્રિજ પરથી એક એક્ટિવા મળી આવ્યું હતું. ફાયર બ્રિગેડની ટીમે નદીમાં શોધખોળ કરતાં શાહીબાગ રિવરફ્રન્ટ ગાર્ડનના પાછળના ભાગેથી બંનેના મૃતદેહ મળી આવ્યા હતા.
એક્સાઈઝ અધિકારીની પુત્રી સપનાની ધો.૧ર સાયન્સની બોર્ડની પરીક્ષા ચાલી રહી હોવાથી રાત્રે મોડે સુધી વાંચવાના બદલે વહેલી સવારે વાંચવા બાબતે તકરાર થતાં પતિ-પત્ની એક્ટિવા લઇ ઘરેથી નીકળી ગયાં હતાં. આ પછી બંનેએ સુભાષબ્રિજ પરથી નદીમાં ઝંપલાવી દીધું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
ન્યુ રાણીપ જી.એસ.ટી. ફાટક પાસે આવેલા ગણેશ હોમ્સમાં ચીમનલાલ જેઠાનંદ ફુલવાણી (ઉં.વ.પર) તેમની પત્ની લક્ષ્મીબહેન(ઉ.વ.૪૮), પુત્ર હરીશ(ઉં.વ.ર૧) અને પુત્રી સપના (ઉ.વ.૧૭) સાથે રહેતા હતા. ચીમનલાલ અમદાવાદ ખાતે સેન્ટ્રલ એકસાઇઝ વિભાગમાં સુપરિન્ટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવતા હતા. પુત્ર હરીશ નિરમા યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે, જ્યારે સપના ધો.૧ર સાયન્સની બોર્ડની પરીક્ષા આપી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -