ભાજપે કોંગ્રેસમાંથી આવેલા કયા કયા ધારાસભ્યોને આપી ટિકીટ? જાણો
કોંગ્રેસમાંથી બળવો કરી ભાજપમાં જોડાયા હતા જેમાંથી બે ધારાસભ્યોને ભાજપે ટિકિટ આપી નથી. કોંગ્રેસમાંથી બળવો કરીને આવેલા ગોહિલ ભોળાભાઈ જસદણ સીટ પરથી જ્યારે છનાભાઈ ચૌધરી વાસદા બેઠક પરથી ચૂંટણી જીત્યા હતાં. ગઈ કાલે રાતે શંકરસિંહના દીકરા મહેન્દ્રસિંહ અમિત શાહને મળ્યા હતા, પરંતુ તેમને પણ ટિકીટ મળી નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદઃ ભાજપ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને 182 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. ભાજપે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં આવેલા છ ધારાસભ્યનો ટિકિટ આપી છે, જ્યારે સાણંદની સીટ પર પૂર્વ ધારાસભ્ય કરમશી પટેલના પુત્રને ટિકીટ આપવામાં આવી છે.
માનસિંહ ચૌહાણને ભાજપે બાલાસિનોર બેઠક પરથી ટિકીટ આપી છે.
ભાજપે ગોધરામાંથી સી.કે. રાઉલજીને ટિકીટ આપી છે.
ભાજપે રામસિંહ પરમારને ઠાસરા બેઠક પર ટિકીટ આપી છે.
ભાજપે ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉર્ફ હકુભાને જામનગર ઉત્તરમાં ટિકીટ આપી છે.
ભાજપે રાઘવજી પટેલને જામગનર ગ્રામ્ય પર ટિકીટ આપી છે.
આજે ભાજપ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં વિરમગામથી કોંગ્રસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયેલા ડૉ. તેજશ્રીબેન પટેલ ને ટિકીટ આપી છે.
સાણંદમાંથી ધારાસભ્ય કરમશીભાઈના પુત્ર કનુભાઈ મકવાણાને ટિકીટ ફાળવી છે. ભાજપે કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં આવેલા કનુભાઈને ટિકીટ આપતાં બળવો થયો છે. તેમજ ભાજપ સાથે છેડો ફાડીને ભાજપની ટિકીટના દાવેદાર કમાભાઈ રાઠોડ અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવવાના છે. તેમની સાથે નગરપાલિકાના સભ્યોએ પણ રાજીનામા ધરી દીધા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -