રાજકોટ-અમદાવાદ હાઈવે બનશે સીક્સ લેન, વિદેશને પણ ટક્કર મારે તેવો હશે
રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડીથી અમદાવાદની સરખેજ ચોકડીનું અંતર ૨૦૦ કિ.મી. થાય છે આ માર્ગ હાલ ફોરલેન છે તે સિક્સલેન કરવા માટે ૧૨ ફૂટ જેટલો વધારો કરવો પડશે. આ રસ્તો છ માર્ગીય થયા બાદ સૌરાષ્ટ્રના વાહન ચાલકોને અમદાવાદ જવામાં એકાદ કલાકનો સમય બચશે. હાલ આ રસ્તો જર્જરિત અવસ્થામાં હોવાથી વાહનચાલકોને મુશ્કેલી થઇ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૌરાષ્ટ્રમાં છેલ્લા પાંચ-સાત વર્ષથી સાર્વત્રિક વિકાસ થયો છે જેના કારણે રાજકોટ-અમદાવાદ હાઇવે પર ટ્રાફિકની સમસ્યા અને અકસ્માતના બનાવો વધી ગયા હતા. જેથી આ માર્ગને ચારમાંથી છ માર્ગીય કરવાની જરૂરિયાત વધી ગઇ હતી. હવે બન્ને સરકાર દ્વારા સૌરાષ્ટ્રના આ મુખ્ય રસ્તાને સિક્સલેન કરવા હકારાત્મક કામ થઇ રહ્યું છે.
રાજકોટ-અમદાવાદ હાઇવે સિક્સલેન બનાવા માટે કેન્દ્ર સરકારે સૈધ્ધાંતિક મંજૂરી આપી છે. હવે રાજય સરકાર આ માર્ગ માટે બજેટની જોગવાઇ કરી કામગીરી ચાલુ કરશે. આ માર્ગ સિકસલેન બનવાથી ટ્રાફિક સમસ્યા હલ થશે. છેલ્લા છ વર્ષથી રાજકોટ-અમદાવાદ હાઇવે ચાર માર્ગીયમાંથી સિકસલેન કરવાનો પ્રશ્ન કેન્દ્ર સરકાર પાસે પડતર હતો, ત્યારે હવે સરકારે છ માર્ગીય બનાવવા માટે લીલીઝંડી આપી હોવાનું ગુજરાતના માર્ગ અને મકાન મંત્રી નિતિનભાઇ પટેલે જણાવ્યું છે. રાજ્ય સરકાર વહેલી તકે આ રસ્તાને પહોળો કરવા કામ શરૂ કરશે.
રાજકોટ-અમદાવાદ હાઇવે હવે સિકસલેન બનશે, અમદાવાદને સૌરાષ્ટ્ર-કચ્છને જોડતા મુખ્ય હાઇવેનું સરખેજ-ચાંગોદર સુધી ૧૮.૪૨ કિ.મી.નું કામ પૂર્ણ, સૌરાષ્ટ્રના વાહનચાલકો પાણીના રેલાની માફક વાહન ચલાવીને આસાનીથી અમદાવાદ પહોંચી શકશે, સૈધ્ધાંતિક મંજુરી મળી હતી.
અમદાવાદથી સૌરાષ્ટ્રને જોડતો અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે આવનારા દિવસોમાં સંપૂર્ણ સિક્સલેન થઇ જશે તેવી જાહેરાત માર્ગ અને મકાનમંત્રી નીતિન પટેલે ગયા વર્ષે વિધાનસભામાં કરી કરી હતી. માર્ગ અને મકાન વિભાગની અંદાજપત્રીય માગણી પરની ચર્ચાના પ્રત્યુતરમાં નીતિન પટેલે જણાવ્યું હતુ કે, અમદાવાદ-સરખેજ ચાંગોદરદ સેક્ટરમાં કુલ ૧૮.૪૨ કિ.મી. લંબાઇમાં સિક્સ લેનની કામગીરી પૂર્ણ થઇ છે અમદાવાદ-બગોદરા-બામણબોર-રાજકોટની સમગ્ર લંબાઇને સિક્સ લેન બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી મળતા સૌરાષ્ટ્ર-કચ્છ તરફના વાહન વ્યવહારને વધુ સગવડતા મળશે.
અમદાવાદઃ રાજકોટ-અમદાવાદ વચ્ચે સીકસ લાઇન રોડને રાજય સરકારે સૈધ્ધાંતિક મંજૂરી બાદ હવે રાજય સરકારે મંજૂરી આપી દીધી છે. આ પ્રોજેક્ટ માટે રૂપિયા ૩૪૮૮ કરોડનો ખર્ચ કરવામાં આવશે. રાજકોટ-અમદાવાદની વચ્ચે 201 કી.મી લંબાઈ ધરાવતા રોડની મંજૂરી કેન્દ્ર સરકાર દ્રારા આપવામાં આવી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -