ટ્રાફિકના આ પાંચ નિયમોનો ભંગ કર્યો તો રદ થશે વાહનનું રજિસ્ટ્રેશન અને લાયસંસ, જાણો RTOના આકરા નિયમ
આ પાંચ નિયમ ભંગ બદલ થસે રજિસ્ટ્રેશન રદ્દ. - હેલ્મેટ ન પહેર્યું હોય - ઓવરસ્પીડ - ટ્રાફિક જંક્શનનો ભંગ - ઝિબ્રા ક્રોસિંગ ભંગ - સીટબેલ્ટ ન પહેર્યો હોય
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટ્રાફિક ડીસીપી સુધીર દેસાઈના જણાવ્યાનુસાર, 5થી વધારે વખત નિયમભંગ કરનારા 6400ની યાદી તૈયાર કરાઇ છે. વાહનોની રજિસ્ટ્રેશન તથા લાઈસન્સ રદ કરવા માટે યાદી આરટીઓને મોકલવામાં આવશે. આરટીઓ નક્કી કરશે કે કેટલા સમય માટે તેને રદ કરવા.
જેના આધારે આરટીઓ તેની કામગીરી હાથ ધરશે. તેમજ આ યાદી પ્રમાણે કરેલી કામગીરીનો રિપોર્ટ પણ ટ્રાફિક શાખાને મોકલશે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષ ટ્રાફિક શાખાએ 5થી વધારે વખત નિયમ ભંગ કરનારા 265 લોકોની યાદી આરટીઓને સોંપી હતી. જેના આધારે આરટીઓએ તેમના 3 મહિના માટે લાઈસન્સ રદ કર્યા હતા.
શહેરની ટ્રાફિક સમસ્યાને પહોંચી વળવા માટે ટ્રાફિક શાખાએ પહેલી વખત આ પ્રકારનો નિર્ણય કર્યો છે. જેના કારણે વાહનમાલિકો ટ્રાફિક નિયમન બદલ જાગૃત થાય અને વાહન માલિક પોતાના પરિવારને વાહન નિયમન કરાવવા માટે ફરજ પાડે. ટૂંક સમયમાં યાદી આરટીઓને સોંપવામાં આવશે.
રાજ્યમાં આવું પ્રથમ વખત કરવામાં આવી રહ્યું છે. ટ્રાફિક નિયમનો ભંગ કરનારા વાહનચાલકોને દંડ કરવા માટે શહેરમાં 200 જેટલા સીસીટીવી કેમેરા લગાવ્યા છે. જેના આધારે નિયમભંગ કરનારને ઇ- મેમો અપાય છે. જેમાં આ વખતે નિયમભંગ કરનારા લોકોને બદલે વાહનોની યાદી તૈયાર કરાઇ છે. શહેરમાં ટ્રાફિક નિયમન કરાવવા તંત્રના અથાગ પ્રયત્ન છતાં લોકોમાં ટ્રાફિક નિયમનનું પાલન થતું નથી.
યાદી અનુસાર વાહનમાલિક સિવાય અન્ય વ્યક્તિએ વાહન ચલાવતી વખતે નિયમભંગ કર્યો હશે, તો પણ વાહનનું રજિસ્ટ્રેશન રદ કરાશે. ટ્રાફિક પોલીસના આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું કે, જો કોઇ વાહનચાલક 5 વખત નિયમભંગ કરતા પકડાશે તો તેનું લાઈસન્સ તથા જે વાહનથી 5 વખત નિયમભંગ થયો હશે તે વાહનનું રજિસ્ટ્રેશન રદ થશે, સાથે સાથે વાહનના માલિકનું પણ લાઈસન્સ રદ થશે.
અમદાવાદઃ જો તમે 5થી વધુ વખત ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યો છે તો ટૂંકમાં સમયમાં તમારા વાહનનું રજિસ્ટ્રેશન રદ થશે. ટ્રાફિક વિભાગે એવા વાહનોની યાદી તૈયાર કરી છે જેણે શહેરમાં ટ્રાફિક સિગ્નલ પર 5થી વધુ વખત નિયમોનો ભંગ કર્યો હોય. આ પ્રકારના 6400 વાહનોની યાદી વિભાગે તૈયાર કરી છે. તેના આધારે આરટીઓ વહેલી તકે તેના પર પગલા લેશે. ટ્રાફિક નિયમનના ભંગ બદલ રાજ્યમાં પ્રથમ વખત વાહનોના રજિસ્ટ્રેશન રદ કરવાની કામગીરી કરાશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -