અમદાવાદઃ બાથરૂમમાંથી મળી વૃદ્ધની ગળું દબાવીને હત્યા કરાયેલી લાશ, હત્યારા સીસીટીવીમાં કેદ, કોના પર છે પોલીસને શંકા?
પહેલાં લૂંટના ઇરાદે હત્યા થઈ હોવાની શંકા હતી. જોકે, ઘરમાં બધી વસ્તુ સલામત હોવાથી હત્યા લૂંટને ઇરાદે ન થઇ હોવાનું પોલીસ માની રહી છે. હત્યારા પરિચિત હોવાની પોલીસને શંકા છે. દર્શન સોસાયટીમાં રહેતા રસિકલાલ મહેતા તેમના પરિવાર સાથે રહેતા હતા. તેઓ ટોરેન્ટમાં કામ કરતાં હતાં. નિવૃત થયા બાદ તેઓ યોગા શીખવતા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ: નવરંગપુરા સ્થિત દર્શન સોસાયટીના બંગલા નંબર 14માં રહેતા રસિકલાલ મહેતા નામના 93 વર્ષીય વૃદ્ધની લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવી છે. આજે સવારના જ્યારે તેમના પુત્ર ઉઠ્યા તો પિતાની લાશ જોઈ ચોકી ઉઠ્યા. આ ઘટનાની પોલીસને જાણ કરતા નવરંગપુરા પોલીસ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ દોડી આવ્યા હતા. ઘરના સીસીટીવીમાં હત્યારાઓ રસિકલાલની ગાડી લઇ બંગલાની બહાર જતાં દેખાય છે.
સવારે દીકરાની પત્નીને યોગા માટે જવું હતું. તેથી દાદાની કોરોલા ગાડીની ચાવી લેવા દાદાની રૂમમાં જતાં દાદાની લાશ બાથરૂમમાં પડેલી મળી આવી હતી. ઘટનાની પોલીસને જાણ કરાતાં નવરંગપુરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. સાથે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ દોડી આવ્યા હતા. પોલીસે પંચનામુ કરી લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી હતી.
ઘરમાં સીસીટીવી કેમેરા છે, જેમાં ઘરમાંથી કોલેરા કાર બહાર જતી દેખાય છે. હત્યારા આ જ ગાડીમાં આવ્યા હોય તેવું પોલીસનું અનુમાન છે. ઘરમાં ચોરી કે લૂંટ થઇ નથી. પોલીસને શંકા છે કોઇ પરિચિતે હત્યા કરી હોય. પોલીસે આ કેસમાં સિક્યુરિટી ગાર્ડ અને નોકરની પૂછપરછ શરૂ કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -