અમદાવાદઃ વિદ્યાર્થિનીને છોકરાએ બાથમાં ભીડી કર્યા અડપલા, વિદ્યાર્થિનીએ પ્રતિકાર કરતાં શું આપી ધમકી?
અમદાવાદઃ ગાંધીનગર જિલ્લાના વતની પરેશભાઈ(નામ બદલ્યું છે)ને તેમના નાના ભાઈએ વોટ્સએપ પર વીડિયો મોકલ્યો હતો. આ વીડિયોમાં છોકરો છોકરીને બાથમાં ભીડી રાખીને અડપલા કરતો હતો. વીડિયો ધ્યાનથી જોતાં જ પરેશભાઈ ચોંકી ગયા હતા. કારણ કે, જે છોકરીની છેડતી થતી હતી, તે તેમની દીકરી હતી. ત્યારે પિતાએ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં બંને વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબાથમાં ભીડીને વિદ્યાર્થીએ પ્રિયાને ચુંબન કરવા દેવાનું જણાવ્યું હતું. આ માટે તેણે માતા-પિતાના સોગંધ આપ્યા હતા. જોકે, પ્રિયાએ ઇનકાર કરી દીધી હતી. બીજી તરફ અન્ય વિદ્યાર્થીએ બાથમાં ભીડી રાખેલી અને અડપલા કરતો વીડિયો ઉતારી લીધો હતો. જે વીડિયો વાયરલ કરી દેવાની ધમકી પણ આ વિદ્યાર્થીએ આપી હતી. આ સમગ્ર હકિકત પરેશભાઈએ દીકરી પાસેથી જાણ્યા પછી ફરિયાદ દાખલ કરાવી હતી.
આ અંગેની વિગત એવી છે કે, 15 વર્ષીય પ્રિયા(નામ બદલ્યું છે) બોપલની એમ.એ. પટેલ હાઈસ્કૂલમાં અભ્યાસ કરે છે. ગત 13 એપ્રિલે તે સવારે 11 વાગ્યાની આસપાસ સ્કૂલની કેન્ટીન પાસે ઊભી હતી, ત્યારે તેની સાથે જ અભ્યાસ કરતાં બે વિદ્યાર્થીઓ આવ્યા હતા. જેમાંથી એકે પ્રિયાને ધક્કો માર્યો હતો. જેથી તે બીજો વિદ્યાર્થી ઊભો હતો, તે તરફ ધકેલાઈ હતી. ત્યારે તે વિદ્યાર્થીએ તેને બાથમાં ભીડી લીધી હતી.
પરેશભાઈએ વીડિયો જોયા પછી દીકરીને પૂછતાં તેણે ઉપર મુજબની સમગ્ર હકિકત જણાવી હતી. આ પછી તેમણે બંને વિદ્યાર્થીઓ સામે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે પોલીસે બંને વિદ્યાર્થીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -