અમદાવાદઃ પ્રેમલગ્નને દોઢ વર્ષ થયું પણ પતિ સાથે સંબંધ નથી બાંધી શકાયો, કારણ જાણશો તો ચોંકી જશો
યુવતીએ પણ સ્વીકાર્યું કે,‘હું સમજું છું કે મારી મોટી નણંદનાં લગ્ન નથી થયાં એટલે માટે અમે પતિ પત્નીની જેમ નથી રહેતા, પણ મારે કોઇ અંગત વાત કરવી હોય કે તેમની સાથે હળવાશની પળ માણવી હોય તો પણ અમને પરિવાર એકલો નથી મૂકતો ને ભાગીને લગ્ન કર્યા છે એટલે પિયર પણ નથી જઇ શકતી તેથી મૂંઝાઈ ગઈ છું.’
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયુવતીનો પતિ અત્યંત ભાવુક થઈ ગયો હતો અને તેણે કહ્યું કે, હું આજે પણ એને પહેલા જેટલો પ્રેમ કરું છું. સવારથી ઘરેથી નીકળી ગઈ ત્યારે મેં ઘણી શોધખોળ કરી હતી. અભયામનાં કાઉન્સેલરની હાજરીમાં જ પતિએ પત્નીને કહ્યું હતું કે, આજે પણ તારા વગર નથી જીવી શકતો અને હવે આવું ના કરતી.
અમદાવાદઃ મહિલાઓ માટેની હેલ્પલાઈન અભયમ 181 પર આવેલા એક ફોનમાં મૂળ ઉત્તર પ્રદેશની 22 વર્ષની યુવતી અલગ જ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહી છે. આ યુવતીએ અમદાવાદના યુવક સાથે દોઢ વર્ષ પહેલાં પ્રેમલગ્ન કર્યાં હતાં પણ લગ્ન પછી તે બંને દામ્પત્યજીવન માણી શકી નથી.
આ યુવતીએ જણાવ્યું કે, બે વર્ષ પહેલાં તેના ફોન પર એક રોંગ નંબર આવ્યો હતો અને તેના કારણે તેના પતિ સાથે પરિચય થયો. યુવક અમદાવાદમાં અને યુવતી ઉત્તર પ્રદેશમાં રહેતી તેથી 6 મહિના સુધી ફોન પર વાત કરી પ્રેમમાં પડ્યાં હતાં. પછી યુવક યુવતીને ભગાડીને અમદાવાદ લઇ આવ્યો હતો.
કાઉન્સિલરે યુવતીના પતિને સૂચન કર્યું કે, તમે સંયુક્ત કુટુંબમાં રહો પણ માત્ર રાત્રે એકાંત માણવા અલગ ઘર રાખો જેથી એકબીજા માટે સમય મળી રહેશે. યુવકે સ્વીકાર્યું કે, મારી બહેનના લગ્ન ના થયાં હોવાથી અમે એકબીજાને ટાઈમ આપી શકતા નથી, તેમજ પરિવારનું દબાણ છે પણ હવે હું તને સમય આપીશ.
હાથીજણ અસલાલી રોડ પર રહેતી આ યુવતી ખૂબ ડિપ્રેશનમાં હોવાથી એક નાગરિકે 181 અભયમને ફોન કરી જાણ કરી હતી. 181ના કાઉન્સેલર તસ્મિયાબહેન તરત હાથીજણ સર્કલ ગયાં હતાં અને આ યુવતી સાથે વાત કરતાં તેણે પોતાની વ્યથા ઠાલવી હતી. કાઉન્સિલરે તરત તેમના પતિને બોલાવીને સમજાવ્યા હતા.
ચોંકાવનારી બાબત પતિ-પત્નિ વચ્ચે સેક્સ સંબંધો નથી તે પાછળનું કારણ છે. બંને સંયુક્ત કુટુંબમાં રહે છે અને યુવતીના પતિની મોટી બહેનનાં લગ્ન થયાં નથી. પરિવારને ડર છે કે સંબંધીઓને ખબર પડશે કે મોટીબહેનનાં લગ્ન બાકી છે અને ભાઇએ ભાગીને પ્રેમલગ્ન કરી લીધાં છે તો સાલુના લગ્ન નહીં થાય.
આ ડરના કારણે યુવકના પિતા સંબંધીઓને યુવતી પોતાના મિત્રની દીકરી છે એવું કહે છે. યુવતીએ કોઇ અંગત વાત કરવી હોય કે પતિ સાથે હળવાશની પળ માણવી હોય તો પણ પરિવાર એકલો નથી મૂકતો. પતિ-પત્નિ બંને હોલમાં સાસુ-સસરા અને નણંદ સાથે સૂએ છે અને વાત સુધ્ધાં કરી શકતાં નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -