અમદાવાદઃ કપલે ઇટાલી જવા પાસપોર્ટ ઓફિસરને આપ્યું એવું કારણ કે જાણીને લાગી જશે આંચકો!
રિજનલ પાસપોર્ટ ઓફિસરની ઓફિસમાં પહોંચેલા યુગલે પોતાની રીતે જ ખુરશી ખેંચી અને બેસી ગયા અને સીધી જ વાત શરૂ કરી દીધી કે તેમણે ઇટલી જવા માટે ૨૨મીની ટિકિટ લીધી છે અને તેમને અર્જન્ટ પાસપોર્ટની જરૂર છે. અર્જન્ટ પાસપોર્ટની જરૂરિયાત હોવાની વાત સાંભળીને રિજનલ પાસપોર્ટ ઓફિસરે પૂછ્યું કે પાસપોર્ટ મેળવવા માટે તેમને શું અરજન્સી છે અને કઈ અરજન્સીના આધાર ઉપર તેમને પાસપોર્ટ જોઇએ છે?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાસપોર્ટ ઓફિસર નીલમ રાનીએ એમ પણ પૂછ્યું કે કોઈ મેડિકલ ઈમરજન્સી હોય, વિદેશમાં કોઈ સગાવ્હાલાનું મોત થયું હોય, વિદેશમાં ધંધા-રોજગારની કોઈ તક છીનવાઇ જતી હોય કે અન્ય એવી કોઈ પ્રકારની રજૂઆત હોય કે જેમાં ખરેખર ઇમરજન્સી હોય તેવી કોઈ અરજન્સી છે ખરી?
તેવામાં તેમને તત્કાલ પાસપોર્ટ મળે તેવી તેમણે રજૂઆત કરી ફર્નિચર ખરીદવા જેવી બાબત કોઈ અરજન્સી વાળી બાબત ન જણાતા રિજનલ પાસપોર્ટ ઓફિસરે તેમને આ અરજન્સીનું ગ્રાઉન્ડ ન હોવાનું કહીને રવાના કર્યા. એકબાજુ સેંકડો લોકો પોતાના ખરા અને જેન્યુઈન અને ખરી ઇમરજન્સીવાળા કારણો સાથે પણ પાસપોર્ટ ઓફિસના ધક્કા ખાતા હોય છે તો બીજીતરફ ધનિકો માટે ફર્નિચર ખરીદવું એ પણ પાસપોર્ટ મેળવવાનું એક અરજન્ટ કારણ છે.
અમદાવાદઃ લો બોલો, વિદેશમાંથી ફર્નિચર ખરીદવું એ લોકો માટે ઘણું મહત્વનું અને અર્જન્ટ કામ છે. અને આ જ અર્જન્સીના આધાર ઉપર પાસપોર્ટ મેળવવા માટે રજૂઆતો પણ થાય છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાં બન્યો. અમદાવાદની પાસપોર્ટ ઓફિસમાં એક ધનિક યુગલ પાસપોર્ટ મેળવવા માટે આવ્યું અને પાસપોર્ટ ઝડપથી જોઈતો હોવાની રજૂઆત કરી.
પહેલાં તો આ યુગલે પાસપોર્ટ ઓફિસના સ્ટાફને વિનંતી કરી કે તેમને અરજન્ટ પાસપોર્ટ જોઇએ છે અને તે માટે તેમને રિજનલ પાસપોર્ટ ઓફિસરને મળવું છે. ઘણી બધી વિનંતી બાદ રિજનલ પાસપોર્ટ ઓફિસર નીલમ રાનીએ તેમને મળવા બોલાવ્યા. જોકે, કપલ પાસેથી અરજન્સીનું કારણ જાણી તેઓ પણ ચોંકી ગયા હતા.
આના જવાબમાં યુગલે કહ્યું કે ના આવી કોઈ અર્જન્સી નથી પણ તેમને ઇમ્પોર્ટેડ ફર્નિચર ખરીદવા વિદેશ જવું છે. ઈટાલીમાં ફર્નિચરનું એક એક્ઝિબિશન છે ત્યાંથી તેમને ફર્નિચર ખરીદવું છે અને તેના માટે તેમને અર્જન્ટ પાસપોર્ટની જરૂર છે. કારણકે તેમણે ૨૨મી તારીખની ટિકીટ કરાવી લીધેલી છે અને હાલ તેમની પાસે વેલિડ પાસપોર્ટ નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -