અમદાવાદ: આવતીકાલે PM મોદી અને નેતન્યાહૂનો રોડ શો
ગાંધીનગર તરફ જતા લોકોએ એસજી હાઈવે અને વિસત ચારરસ્તા વાળો રસ્તો લેવાનો રહેશે. RTOથી વાડજ સર્કલ સુધીનો રૂટ પણ બંધ રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે નેતન્યાહુ રવિવારના રોજ ભારત આવ્યા હતા. ગઈકાલે ભારત અને ઈઝરાયલ વચ્ચે 9 કરાર પર હસ્તાક્ષર થયા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએરપોર્ટથી ડફનાળા, ડફનાળાથી રિવરફ્રંટ(પૂર્વ) બુધવારના રોજ સવારે 7થી બપોરે 12 સુધી બંધ રહેશે. ઈનચાર્જ જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ સુધીર દેસાઈએ જણાવ્યું કે, જે લોકો એરપોર્ટ જવા માંગે છે તેમણે મેમકો ચારરસ્તાથી ગેલેક્સી અંડરબ્રિજ થઈને એરપોર્ટ તરફ જતો રસ્તો લેવાનો રહેશે.
અમદાવાદ: ઈઝરાયલના પીએમ નેતન્યાહૂ આવતીકાલે તેમના પત્ની અને PM મોદી અમદાવાદની મુલાકાતે આવવાના છે. નરેન્દ્ર મોદી અને નેતન્યાહુ એરપોર્ટથી સાબરમતી આશ્રમ સુધી રોડ શૉ કરવાના છે.
બંને દેશના પ્રધાનમંત્રીને આવકારવા માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી છે ત્યારે દેશ અને વિદેશના મહાનુભવો મુલાકાતે આવે ત્યારે સુરક્ષામાં કચાસના રહે તેને લઈને સંપૂર્ણ તૈયારીઓને પોલીસે આખરી ઓપ આપ્યો છે.
ભારત અને ઈઝરાયલના પ્રધાનમંત્રીના રોડ શોમા ભારતના 20 જેટલા રાજયોની સંસ્કૃતિની ઝાંખી બતાવવામા આવશે. જેની માટે બનાવેલા 51 સ્ટેજ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામા આવ્યો છે.
પીએમની સુરક્ષાનુ કવચ તૈયાર કરવામાં આવ્યું છે. 5 હજારથી વધુ પોલીસ જવાનોનો બંદોબસ્ત રહેશે. એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધીના રૂટ પર ખાસ નજર રાખવામાં આવશે. સીસીટીવી કેમેરાનુ મોનીટરીંગ કરવા સ્કોર્ડની રચના કરવામાં આવી છે. ચેતક કમાન્ડો અને એનસીજી કમાન્ડો પણ તૈનાત રહેશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીના જણાવ્યા અનુસાર, આવતીકાલે નેતન્યાહુ સાબરમતી આશ્રમની મુલાકાત લેશે. અન્ય એક અધિકારીના જણાવ્યા અનુસાર, એરપોર્ટથી આશ્રમ સુધી 8 કિલોમીટરનો રોડ શૉ કરવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -