અમદાવાદઃ પુત્રવધૂની છેડતી કરી સસરાએ શું કરી બીભત્સ માગણી? જાણો પછી શું થયું?
અમદાવાદઃ શહેરના સીટીએમ વિસ્તારમાં પતિની ગેરહાજરીમાં સસરાએ પુત્રવધૂ સાથે શારીરિક છેડછાડ કરી હોવાની ઘટના સામે આવી છે. સસરાએ પુત્રવધૂ સાથે બીભત્સ વર્તન કરી પતિને છોડી તેની સાથે ભાગ જવાની માગણી કરી હોવાની ફરિયાદ રામોલ પોલીસ સ્ટેશનમાં યુવતીએ કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સીટીએમના આશાનગરમાં રહેતા પ્રકાશ પટેલના લગ્ન પ્રિયા(નામ બદલ્યું છે) સાથે થયા હતા. પ્રકાશ નાનો હતો ત્યારે તેના પિતા મગનભાઈ ઘર છોડીને જતા રહ્યા હતા. બાદમાં તેની માતાને સીટીએમમાં રહેતા અમૃત પટેલ સાથે પ્રેમ થતાં તેઓ છેલ્લા ઘણા વર્ષથી લિવ ઇન રિલેશનમાં રહેતા હતા.
પ્રિયાએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, પ્રકાશને અન્ય યુવતી સાથે અફેર હોવાથી ઘણાં સમયથી બંને વચ્ચે તકરાર ચાલતી હતી. પ્રકાશ ઘરે ન હોય ત્યારે કહેવાતા સસરા અમૃતભઆી પ્રિયા સાથે અડપલા કરતા હતા અને પ્રિયા પાસે બીભત્સ માગણી પણ કરતા હતા. એટલું જ નહીં, સસરા પ્રકાશને છોડી તેમની સાથે ભાગી જવાનું કહેતા હોવાનો આક્ષેપ લગાવ્યો હતો.
પ્રિયાએ સસરાની બીભત્સ માંગણીઓથી કંટાળીને રામોલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેણે પતિના અનૈતિક સંબંધો સાથે સસરા, પતિ અને સાસુ સામે ફરિયાદ નોંધાવી છે. મળતી માહિતી પ્રમાણે પોલીસે પ્રકાશનો માબાઇલ કબ્જે કર્યો છે, જેમાં તેના અન્ય યુવતી સાથે પ્રેમસંબંધ હોવાનું સામે આવ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -