ભાજપ પ્રમુખ અમિત શાહને ઘેર 'લક્ષ્મી' અવતરી, પુત્રવધૂ રિશીતાબેને દીકરીને જન્મ આપતાં શાહ દાદા બન્યા
અમદાવાદઃ ભાજપના રાષ્ટ્રિય પ્રમુખ અમિત શાહનાં પુત્રવધૂ રિશીતાએ દીકરીને જન્મ આપતાં અમિત શાહ દાદા બની ગયા છે. અમિત શાહનાં પુત્રવધૂ પ્રેગનન્ટ હતાં અને મંગળવારે તે સંતાનને જન્મ આપશે તેવી શક્યતા ડોક્ટરે વ્યક્ત કરી હતી. તેના પગલે અમિત શાહ મંગળવારે સાંજે અમદાવાદ આવી ગયા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરિશીતાબેનને ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં જ્યાં તેમણે રાત્રે 10 વાગ્યાની આસપાસ દીકરીને જન્મ આપ્યો હતો. અમિત શાહે હોસ્પિટલમાં જઈને પૌત્રીને રમાડી હતી. અમિત શાહના પુત્ર જય શાહના લગ્ન બે વર્ષ પૂર્વે મૂળ અમરેલીનાં અને અમદાવાદમાં રહેતાં રિશીતા સાથે ધામધૂમથી યોજાયાં હતા.
ગુણવંતભાઈ હાલમાં અમદાવાદનાં બાપુનગરમાં સેનિટરી વેરનાં શોરૂમનાં માલિક છે.તેઓ મૂળ પટેલ જ્ઞાતિનાં છે જ્યારે રિશીતાનાં માતા નમ્રતાબેન વૈષ્ણવ સંપ્રદાયનાં વણિક જ્ઞાતિનાં છે. જય અને રિશીતાની સગાઈ 13 જુલાઈ 2014ના રોજ વાયએમસીએ ક્લબ ખાતે ભવ્ય સમારોહમાં થઈ હતી.
જય અને રિશીતાના લગ્ન બાદ 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડેના દિવસે જ જયના પત્ની રિશીતાનો સીમંત પ્રસંગ યોજાયો હતો. જય શાહ અને રિશીતા પટેલ સાથે જ નિરમા યુનિવર્સિટીમાં ભણેલા છે અને એકબીજાના ગાઢ સંપર્કમાં હતા. રિશીતાનાં પિતા ગુણવંતભાઇ પટેલ અમરેલીનાં ચલાલા ગામનાં વતની છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -