અમદાવાદઃ તમામ FB ફ્રેન્ડને આઇ લવું યુ કહી યુવતી અન્ય સાથે ફરાર, જાણો કેવી રીતે સામે આવી વિગત?
અમદાવાદઃ જિલ્લાના ધોળકાની 22 વર્ષીય યુવતી પોતાના ફેસબૂક ફ્રેન્ડને આઇ લવ યુ કહ્યા પછી અન્ય સાથે ફરાર થઈ જતાં ભારે ચકચાર જાગી છે. આ યુવતીના ફેસબૂક એકાઉન્ટમાં 73 યુવક ફ્રેન્ડ છે અને તે તમામને યુવતીએ આઇ લવ યુના મેસેજ કર્યા હતા. જેના રિપ્લાયમાં યુવકોએ પણ આઇ લવ યુ ટૂ કહ્યું છે. ત્યારે આ યુવતી ગુમ થયાની ફરિયાદ તેના પરિવારે કરતાં ઘટના પ્રકાશમાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અંગેની વિગતો એવી છે કે ધોળકામાં રહેતી ખૂશ્બુ(નામ બદલ્યું છે)એ કોલેજ કરેલી છે. આ યુવતી સવારે ઘરેથી કહ્યા વગર જતી રહી હતી. આ અંગે પરિવારે ફરિયાદ કરતાં પોલીસને જાણવા મળ્યું હતું કે, યુવતી સ્માર્ટ ફોન પર ફેસબૂક વાપરતી હતી. આથી પોલીસે તેના ફેસબૂક આઇડીની તપાસ કરતાં તેના નામે બે આઇડી મળી આવ્યા હતા. એક આઇડીની તપાસ કરતાં તેમા 73 પુરુષ મિત્રો હતા.
ખૂશ્બુએ લગભગ તમામ પુરુષ મિત્રોને આઇ લવ યુ લખીને મોકલ્યું હતું. જ્યારે સામે પણ તમામે રિપ્લાય આપ્યા હતા. ખૂશ્બુ આ યુવકો સાથે છેલ્લા ઘણાં સમયથી વાતચીત કરતી હતી. દરમિયાન છેલ્લે રમઝાન મહિના પહેલાના ચેટિંગની તપાસ કરતાં અન્ય યુવકોની ઓળખ મળી ગઈ હતી. તેમની તપાસ કરતાં આ યુવકો ધોળકા આસપાસના જ હોવાનું સામે આવ્યું હતું.
ખૂશ્બુ ઘણા યુવકો સાથે ફેક આઇડી બનાવી વાત કરતી હતી. ઉપરાંત વોટ્સ એપ પર પણ સક્રિય હતી. પરંતુ તે કોની સાથે ગઇ અથવા કયાં ગઇ તે અંગે કોઇ જ જાણતું નથી. ત્યારે યુવકોએ કરેલી જામીન અરજીમાં એવી પણ દહેશત વ્યક્ત કરાઈ છે કે, ખૂશ્બુ મળતી નથી ત્યારે તે અજુગતુ પગલું ભરે તો તેની જવાબદારી અમારી ન રહે.
હવે ખૂશ્બુ ગુમ થઈ જતાં પોલીસ વારંવાર ગુનો નોંધવાની ધમકી આપી રહી છે. પરંતુ આ કેસમાં અમારે કોઇ જ લેવાદેવા નથી, તે ફેસબુક પર ૭૦ છોકરા સાથે ફેસબુક અને વોટ્સ એપ પર ચેટિંગ કરતી હતી અને આઇ લવ યુ પણ કહેતી હતી. તેના ફેસબુક પર અમારા સિવાય પણ ઘણા મિત્રો હતા, તે ખુદ પુખ્ત છે અને તેની જાતે જ ઘર છોડી જતી રહી છે. છતાં પોલીસ પરેશાન કરે છે તેથી કોર્ટે આગોતરા જામીન આપવા જોઇએ.
આથી પોલીસે આ તમામને વારાફરતી બોલાવીને ખૂશ્બુ અંગે પૂછપરછ કરી હતી. કડક શબ્દોમાં પોલીસે પૂછપરછ કરવા છતાં પણ ખૂશ્બુની કોઈ ભાળ મળી નહોતી. જેથી પોલીસે આ યુવકો પર ભીંસ વધારતા બે યુવકોએ એડવોકેટ અયાઝ શેખ મારફતે આગોતરા જામીન અરજી કરી હતી. આ અરજીમાં તેમણે જણાવ્યું હતું કે, તેમણે યુવતી સાથે ફેસબુક-વોટ્સ એપ પર ચેટિંગ કર્યું હોવાથી અમારી પોલીસે પુછપરછ કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -