અમદાવાદઃ 'તારા પેટમાં મારું બાળક નથી', વતન લઈ જવાનું કહીને પરિવારે શું કર્યું? જાણો વિગત
અમદાવાદઃ શહેરના ચાંદખેડાની ગર્ભવતી યુવતીને પરિવારજનોએ વતનમાં લઈ જવાનું કહીને ટ્રેનમાંથી નીચે ફેંકી દેઇને હત્યા કરી નાંખતા ભારે ચકચાર મચી ગઈ છે. યુવતીને તેનો પતિ તારા પેટમાં રહેલું બાળક મારું નથી, તેમ કહીને ત્રાસ આપતો હતો. એટલું જ નહીં, યુવતી પર તેના સસરા પણ નજર બગડતાં હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અંગેની વિગતો એવી છે કે, ગોમતીપુરની સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા લાલસિંહ દીવાકરની 25 વર્ષીય દીકરી ટીનાના લગ્ન ચાંદખેડામાં રહેતા અને મૂળ ઉત્તરપ્રદેશના શંકર નામના યુવક સાથે સામાજિક રીત-રિવાજ પ્રમાણે લગ્ન થયા હતા.
ટીનાની હત્યા પછી ગત પાંચમી ઓગસ્ટે ટીનાના સસરા ટીનાના પિતાને મળવા ઘરે ગયા હતા અને ગોરખપુર એક્સપ્રેસમાં છેલ્લે તેઓ સાથે જમ્યા હતા અને બીજા દિવસે ટીના ગુમ થઈ ગઈ હતી. જોકે, તેમણે પોલીસ ફરિયાદ કરી નહોતી. તેમણે બીજા દિવસ ફોન કરીને કહ્યું હતું કે, તેમના કોઈ સ્વજને ટીનાને દિલ્લીમાં જોઈ હતી. જોકે, ટીનાના પિતાને શંકા જતાં તેમણે ચાંદેખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
સાસરીવાળાનો ફોન આવતાં ટીનાના પિતાએ અમદાવાદને આ અંગે જાણ કરી હતી. આ ઘટનાના થોડા દિવસ પછી ટીનાની લાશ ઉત્તરપ્રદેશના કમાલગંજ પોલીસ સ્ટેશનની હદમાંથી મળી આવી હતી. લાશ મળી આવતાં પોલીસે સાસરીયા સામે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
દરમિયાન ટીના ગર્ભવતી થતાં પતિ શંકર તેના પર શંકા રાખતો હતો અને આ બાળક તેનું ન હોવાનું કહીને તેને ત્રાસ આપતો હતો. આ બધું ચાલતું હતું, ત્યારે સાસરીવાળા ટીનાને વતન જવાનું કહીને ઘરેથી લઈ ગયા હતા. ઘરેથી ગયા પછી ટીનાના પિયરમાં સાસરીવાળાએ ફોન કરીને કહ્યું હતું કે, તમારી દીકરી ટ્રેનમાંથી ક્યાંક ગુમ થઈ ગઈ છે.
લગ્ન પછી ટીનાને તેના સાસરીવાળા ખૂબ પરેશાન કરતા હતા. આ અંગે ટીનાએ અનેકવાર પિતાને વાત કરી હતી, પરંતુ દીકરીનો ઘર સંસાર ભાંગે નહીં તે માટે તેને સમજાવીને પરત સાસરે મોકલી દેતા હતા. ટીના પર સાસરીવાળા ત્રાસ તો આપતાં હતા. પરંતુ તેનો સસરો તેના પર નજર પણ બગાડતો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -