અમદાવાદઃ સિવિલમાં નોકરી કરતી યુવતીને ડોક્ટર સાથે અફેર, પુરાવા મળતાં પતિએ શું કર્યું?
ચાંદખેડા કેશવકુંજ સોસાયટીમાં રહેતા નિલેશ શ્રીમાળી(37)એ ગત 11 જાન્યુઆરીએ બેડરુમની છતના પંખા સાથે દોરી બાંધી ગળા ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. તેના મોત પછી પરિવારજનોએ તેનો મોબાઇલ ચેક કરતાં તેમાં બી.જે.મેડિકલ કોલેજમાં નોકરી કરતી પ્રીતિ અને સિવિલ હોસ્પિટલના ડો. રાજેશ કટારા વચ્ચે પ્રેમસંબંધનો ભાંડો ફૂટી ગયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદઃ શહેરના ચાંદખેડામાં રહેતા યુવકે પોતાની પત્નીના સિવિલ હોસ્પિટલના ડોક્ટર સાથે પ્રેમસંબંધ હોવાની જાણ થતાં આપઘાત કરી લીધો છે. ત્યારે યુવકની માતાને પુત્રવધૂના પ્રેમપ્રકરણની જાણ થઈ જતાં તેણે પુત્રવધૂ અને સિવિલ હોસ્પિટલના ડોક્ટર સામે દીકરાને આત્મહત્યાની દુષ્પ્રેરણા આપ્યાની ફરિયાદ નોંધાવી છે. આ સાથે યુવકની માતાએ પુત્રવધૂ અને ડોક્ટરના પ્રેમસંબંધના પુરાવા પણ આપ્યા છે.
પરિવારજનોને મોબાઇલ ચેક કરતાં પ્રીતિ અને ડો.રાજેશનો ભાંડો ફૂટી ગયો હતો. આ પછી વધુ તપાસ કરતાં વોટસએપ - ફેસબુક ચેટીંગ પણ મળી આવ્યા હતા. મોબાઈલ કોલ ડિટેઈલ સાથેની સીડી અને મોબાઈલ ફોન સહિતના તમામ પુરાવા પોલીસને અપાયા છે, જેને પોલીસે તપાસ માટે એફએસએલમાં મોકલ્યા છે.
મૃતક નિલેશની પત્ની સાથે પ્રેમસંબંધ હોવા અંગે સિવિલ હોસ્પિટલના ડો. રાજેશ કટારાએ ઇનકાર કરતાં જણાવ્યું હતું કે, તે સિવિલ હોસ્પિટલમાં ડોકટર છે જ્યારે પ્રીતિ બી.જે. મેડિકલમાં લેબ ટેકનીશિયન છે. જેથી સ્ટાફ મેમ્બર તરીકે તેમજ એક જ વિસ્તારમાં રહેતા હોવાથી તેઓ પ્રીતિને ઓળખે છે.
નિલેશ બી.ઈ.ઈલેકટ્રીકલ એન્જિનિયર થયો હતો. જોકે, નોકરી નહીં મળતા 7 વર્ષથી જાસપુર ગામે વોટર સપ્લાયર્સમાં નોકરી કરતો હતો. 4 મહિના પહેલા ઓફિસમાં અકસ્માત થતાં નિલેશના ડાબા પગે ફ્રેકચર થયું હતું. આથી તે 4 મહિનાથી ઘરે જ રહેતો હતો.
જોકે, એવી માહિતી મળી છે કે, અડાલજ હોસ્પિટલમાં પ્રીતિ અગાઉ નોકરી કરતી હતી ત્યારથી રાજેશ કટારા સાથે પ્રેમસંબંધ હતા. આ અંગે વારંવાર પ્રિતી અને નિલેશ વચ્ચે ઝઘડા થતા હતા. નિલેશના ફોનમાં એક ક્લિપ હતી, જેમાં સ્પષ્ટ કહ્યું હતું કે, પ્રિતી તારા અને રાજેશના સંબંધો રહેશે તો હું આ દુનિયામાં નહીં રહું, તેથી પોલીસે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -