અમદાવાદઃ પતિ સૂતો હતો ને પત્ની પ્રેમી સાથે તે જ રૂમમાં કરતી હતી રંગરેલીયા, પતિ જાગી જતા શું થયું? જાણો
મૂળ ઉત્તરપ્રદેશ અને હાલમાં રંગોલી નગરમાં રહેતા સત્યપ્રકાશ સાકેતને પત્નીએ પ્રેમી સાથે મળીને માથાના ભાગે બોથડ પદાર્થ મારીને હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. સત્યપ્રકાશ છેલ્લા બે વર્ષથી અહીં તેની પત્ની અને બાળકી સાથે રહેતો હતો. સત્યપ્રકાશ સાકેત શ્યામ કોટનમાં લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદઃ શહેરના વટવામાં પ્રેમપ્રકરણનો ભાંડો ફૂટી જતાં પ્રેમી સાથે મળીને યુવતીએ પતિની હત્યા કરી નાંખી હોવાની વિગતો સામે આવી છે. ગત મંગળવારે સાંજે ગાયત્રીએ પ્રેમી સાથે મળીને પતિ સત્યપ્રકાશની માથામાં બોથડ પદાર્થના ઘા કરીને હત્યા કરી નાંખી હતી. જોકે, દીકરીએ માતા અને તેના પ્રેમીનો ભાંડો ફોડી નાંખ્યો હતો. આ હત્યા પ્રકરણમાં આરોપી પત્ની અને તેના પ્રેમીને પોલીસે ઝડપી લીધા છે.
સત્યપ્રકાશની પાંચ વર્ષીય દીકરી પ્રતિજ્ઞાએ પોલીસ સમક્ષ ખુલાસો કર્યો હતો કે, બીજેન્દ્ર સાક ઉર્ફે ચાચુ ઘરે આવ્યા હતા. પછી મમ્મીએ રસોડામાં જઇ હથોડી લાવી ચાચુને આપી હતી. પપ્પા સૂતા હતા ત્યારે ચાચુએ હથોડી માથા પર મારી દીધી હતી અને પછી જતા રહ્યા હતા. આ નિવેદનને આધારે પોલીસે ગાયત્રીની પૂછપરછ કરતાં તેણે હત્યા કર્યાની કબૂલાત કરી હતી. જોકે, તેણે હત્યા માટે અલગ અલગ કારણો આપ્યા હતા.
અન્ય એક કારણ આપતાં પોલીસને તેણે જણાવ્યું હતું કે, સત્યેન્દ્ર દારૂ પીને અવારનવાર મારઝૂડ કરતો હતો, જેના કારણે ઉશ્કેરાટમાં તેણે માથામાં હથોડી મારી દીધી હતી. પોલીસે હત્યામાં વપરાયેલી હથોડી કબ્જે કરવા માટે ગઇ કાલે તેના મકાનનું સર્ચ ઓપરેશન કર્યું હતું. તપાસ દરમિયાન મકાનના માળિયામાંથી હથોડી મળી આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હત્યા પછી આરોપીએ લોહીવાળી હથોડી ધોઇ નાખી હતી.
ગાયત્રીએ સત્યેન્દ્રની હત્યા કરાવી હોવાની કબૂલાત કરી લીધી, પરંતુ કેમ હત્યા કરાવી તેનું સાચું કારણ પોલીસ જાણી શકી નથી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગાયત્રીએ પોલીસને જણાવ્યું હતું કે, તેનો પ્રેમી ઘરમાં આવીને કિસ કરતો હતો તે સમયે સત્યેન્દ્ર જાગી જતાં બંને વચ્ચે ઝઘડો થઈ ગયો હતો. આ ઝઘડા પછી પ્રેમીએ સત્યેન્દ્રને માથામાં હથોડી મારી દીધી હતી.
પોલીસને પ્રતિજ્ઞાએ જણાવ્યું હતું કે, મમ્મીએ મને કહ્યું હતું કે જો તું કોઇને કહીશ તો પર્સ નહીં લાવી આપું. બીજી તરફ લેબર કોન્ટ્રાક્ટર સત્યપ્રકાશની પત્ની ગાયત્રીએ પોલીસને જણાવ્યું હતું કે, કાલે સાંજે શાક લેવા માટે તેની પુત્રી પ્રતિજ્ઞા સાથે બજારમાં ગઈ હતી. દરમિયાનમાં પરત ફરતાં ઘરમાં તેના પતિ સત્યેન્દ્રકુમારની લોહીલુહાણ હાલતમાં લાશ જોઈ બૂમાબૂમ કરી મૂકી હતી. બૂમાબૂમ થતાં આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -