અમદાવાદઃ ગર્લફ્રેન્ડને લઈ મેરેજ માટે કોર્ટ પહોંચ્યો યુવક, યુવતીના પરિવારજનો આવી જતાં શું થયું? જાણો
અમદાવાદઃ ગઈ કાલે બપોરે પોતાની મુસ્લિમ પ્રેમિકા સાથે કોર્ટ મેરેજ કરવા માટે હિન્દુ યુવક મેટ્રો કોર્ટ કમ્પાઉન્ટમાં આવેલી સબ રજિસ્ટ્રારની કચેરીએ આવ્યો હતો. જોકે, બંને લગ્નની નોંધણી કરાવે તે પહેલાં જ યુવતીના પરિવારજનો આવી પહોંચ્યા હતા અને યુવકની આંખમાં મરચાની ભૂકી નાંખીને યુવતીને લઈ ગયા હતા. આ અંગે યુવકે કારંજ પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અંગેની વિગતો એવી છે કે, બાપુનગર અશોક મિલની જૂની ચાલી ખાતે રહેતા 25 વર્ષીય દિનેશ પરમાર ખાનગી કંપનીમાં નોકરી કરે છે. અહીં પાલનપુરની 24 વર્ષીય અતિકા થરાદરા નોકરી કરતી હતી. જ્યાં બંને સંપર્કમાં આવતાં પ્રેમમાં પડ્યા હતા અને તેમણે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. દિનેશ પોતે ડાયવરોર્સી છે. જ્યારે અતિકા અપરણીત છે. ગત 27 ફ્રેબુઆરીએ સ્પે. મેરેજ એક્ટ હેઠળ સબ રજિસ્ટ્રાર કચેરીમાં અરજી કરી હતી.
આ પછી યુવકે 100 નંબર ઉપર ફોન કરી પોલીસને બોલાવી હતી. કારંજ પોલીસે યુવકની ફરિયાદના આધારે યુવતીના પરિવારજનો સામે ગુનો નોંધ્યો છે. યુવતીને પાલનપુર લઇ ગયાની શંકાના આધારે એ દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ કબ્જે કરી તેના આધારે ગાડીની ઓળખ કરી રહી છે.
આથી યુવકે બૂમાબૂમ કરતા કોર્ટ પરિસરમાં ઉપસ્થિત વકીલો અને અન્ય લોકો યુવકની મદદે દોડી આવ્યા હતા. જોકે, યુવતીના પરિવારજનોએ છરા અને ચપ્પા કાઢીને મિનિટોમાં યુવતીને ઉપાડી ગયા હતા. આ ઘટના અંગે યુવકે કારંજ પોલીસ સ્ટેશનમાં યુવતીના પરિવારજનો સામે અપહરણની ફરિયાદ નોંધાવી છે.
એક મહિનાની નોટિસ બાદ ગઈ કાલે શુક્રવારે બપોરે 12.30 વાગે દિનેશ અને અતિકા સબ રજિસ્ટ્રાર કચેરીએ લગ્ન નોંધણી માટે પહોંચ્યા હતા. દરમિયાન અતિકાના પરિવારજનો બે સ્વિફટ કાર લઇને આવ્યાં હતાં અને તેને રોડ પર ઢસડી જબરજસ્તીથી કારમાં નાંખી હતી. બીજી તરફ દિનેશે પ્રતિકાર કરતા તેની આંખમાં લાલ મરચાની ભૂકી નાંખી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -