અમદાવાદઃ નર્સિંગની વિદ્યાર્થિનીની છેડતી કરનાર લંપટ પ્રોફેસર સસ્પેન્ડ, જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપીડિતાએ આક્ષેપ કર્યો હતો કે પ્રોફેસર ગમે તેમ કરીને અમને તેમની રૂમમાં બોલાવતો હતો અને અમારી રૂમમાં આવી જતો હતો. શાહીબાગના ઇન્ચાર્જ પીઆઇ વી.એન.યાદવે કહ્યું હતું કે, અમે પ્રોફેસરને પકડવા માટે જુદી જુદી ટીમો બનાવી છે. પ્રોફેસર વિરુદ્ધ છેડછાડ અને સાયબર ક્રાઇમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
અમદાવાદઃ અમદાવાદની સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી નર્સિગ કોલેજના પ્રોફેસરે દારૂ પીને વિદ્યાર્થીની છેડતી કર્યાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો હતો. આ ઘટના પછી સિવિલ હોસ્પિટલમાં નર્સિંગનો અભ્યાસ કરતી 700 છાત્રાઓ છેલ્લા 5 દિવસથી હડતાળ પર ઉતરી હતી. ત્યારે હવે પ્રોફેસર રાજેન્દ્ર મેકવાનને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ફરિયાદ અને પ્રાથમિક રિપોર્ટ પછી સરકારે આ નિર્ણય લીધો છે.
વિદ્યાર્થીનીએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં પ્રોફેસર વિરુદ્ધ છેડતીની ફરિયાદ પણ નોંધાવી છે. પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મળતી વિગતો અનુસાર, પ્રોફેસર રાજેન્દ્ર મેકવાન વિદ્યાર્થિનીને છેલ્લા સાત મહિનાથી વોટ્સએપ પર મેસેજ કરીને હેરાન કરતો હતો. બેંગલુરુમાં એક કોન્ફરન્સ દરમિયાન પ્રોફેસર મેકવાને તમામ હદ વટાવી દીધી હતી. પ્રોફેસર મેકવાન પાંચ વિદ્યાર્થિનીઓને લઇને અહીં કોન્ફરન્સમાં આવ્યા હતા.
ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, અહીં કોન્ફરન્સમાં પ્રોફેસરે દારૂ પીને વિદ્યાર્થિનીઓ સમક્ષ બિભત્સ માંગણી કરી હતી. પ્રોફેસરે પીડિતાને કહ્યું હતું કે, તમે મારી રૂમમાં આવી જાવ હું તમને તેલથી માલિશ કરી આપું. આ દરમિયાન પ્રોફેસરે એક વિદ્યાર્થિની પાસે પોતાના માથામાં તેલ નંખાવ્યું હતું.
હાથમાં બેનર અને સુત્રોચાર સાથે આ વિદ્યાર્થીનીઓની માંગ હતી કે આરોપી પ્રાધ્યાપક રાજેન્દ્ર મેકવાનને સસ્પેન્ડ કરવામાં આવે. આરોપી રાજેન્દ્ર મેકવાન પર એક નર્સિંગ છાત્રાની છેડતી નો આરોપ છે અને જ્યાં સુધી કોઈ પગલાં લેવામાં નહીં આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે, તેવી જાહેરાત વિદ્યાર્થિનીઓ દ્વારા કરાઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -