3થી 12 ફેબ્રુઆરી સુધી અમદાવાદ રેલવે ડિવિઝનની 6 ટ્રેન રહેશે રદ, જાણો કઈ છે ટ્રેન
ઉપરાંત 8થી 12 ફેબ્રુઆરી- અમદાવાદ-જોધપુર પેસેન્જર ટ્રેનની કુલ પાંચ ટ્રેન રદ, 8થી 12 ફેબ્રુઆરી- અમદાવાદ-અજમેર ઇન્ટરસિટી એક્સપ્રેસની કુલ ચાર ટ્રિપ રદ અને 9થી 12 ફેબ્રુઆરી-અજમેર-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસની કુલ ચાર ટ્રિપ રદ થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરદ કરવામાં આવેલ ટ્રેનમાં 8થી 12 ફેબ્રુઆરી- જોધપુર-અમદાવાદ પેસેન્જર ટ્રેનની કુલ પાંચ ટ્રિપ રદ રદ થશે. 8થી 12 ફેબ્રુઆરી-અમદાવાદ-જયપુર પેસેન્જર ટ્રેનની કુલ પાંચ ટ્રિપ રદ અને 7થી 11 ફેબ્રુઆરી જયપુર-અમદાવાદ પેસેન્જર ટ્રેનની કુલ પાંચ ટ્રિપ રદ રહેશે.
ઉપરાંત 3થી 6 ફેબ્રુઆરી સુધી અમદાવાદ-જયપુર પેસેન્જર 30 મિનિટ સુધી અને 7 ફેબ્રુઆરીએ સવા કલાક મારવાડ જંક્શને રોકાઈ જશે. કોલકાતા-અમદાવાદ એક્સપ્રેસ 6 ફેબ્રુઆરીએ સોજત રોડ સ્ટેશને એક કલાક 20 મિનિટ રોકાઇ જશે.
અમદાવાદઃ અમદાવાદ ડિવિઝનની છ ટ્રેનો 3થી 12 ફેબ્રુઆરી સુધી રદ હોવાની જાણકારી મળી છે. આ ટ્રેનો ઉત્તર પશ્ચિમ રેલવેના અજમેર ડિવિઝનમાં મારવાડ જંકશનથી સોજત રોડ સ્ટેશન વચ્ચે ડબલિંગ કામને કારણે એન્જીનિયરિંગ મેગાબ્લોક લેવામાં આવી રહ્યો હોવાથી રદ કરવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -