અમદાવાદઃ ઉદ્યોગપતિએ પોતાની રીવોલ્વરથી જ ગોળી મારી કર્યો આપઘાત, જાણો શું છે આપઘાતનું કારણ ?
આજે સવારે શહેર પોલીસને કંટ્રોલને જાણ થતાં પોલીસ આ હાઈપ્રોફાઈલ આત્મહત્યાના સ્થળે પહોંચી હતી. પોલીસનું પ્રાથમિક તપાસમાં માનવું છે કે જીતેન્દ્ર ઘણા સમયથી ડિપ્રેશનમાં હોવાથી આ પગલું ભર્યું છે. આ અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ બનાવની વિગત મેળવવા માટે પ્રયાસો હાથ ધર્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ: કર્ણાવતી ક્લબ પાછળ જાણીતા ઉદ્યોગપતિએ આત્મહત્યા કરી લીધી હતી. શહેરના એસ.જી હાઈવે પર આવેલી કર્ણાવતી કલબ પાછળ પ્રિન્સ વિલામાં રહેતા અને જશવંત બીડીના માલિક જીતેન્દ્ર પ્રહલાદભાઈ પટેલે પોતાની રિવોલ્વરથી આત્મહત્યા કરી હતી.
જશવંતભાઈ પટેલ બીડી અને ફાર્મસીના વ્યવસાય સાથે સાંકળયેલા છે. તેમણે આ પગલું 66 વર્ષની ઉંમરે ભર્યું હતું. આપઘાત પાછળનું કારણ જાણવા મળ્યું નથી.
જશવંત બીડીના માલિક જીતેન્દ્ર પટેલ ઉર્ફે રાજાભાઈ બીડીવાળાએ પોતાની લાયસન્સ વાળી રિવોલ્વરથી આપઘાત કર્યો હતો. પોલીસ ચોપડે નોંધાયા મુજબ રાત્રે 01:30 થી સવારના 06:00 વાગ્યાના સમય તેમણે આપઘાત કર્યો હોવાનું માનવામાં આવે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -