સાસરીમાં સ્ટેટસ પ્રમાણે રહેવાનું કહીને ત્રાસ આપતાં પરિણીતાનો આપઘાત, કોર્ટે સાસુ-સસરાની જામીન અરજી ફગાવી
શ્વેતાના માતા-પિતાએ વેવાઇ પક્ષ સાથે વાત કરતાં તેમણે સ્ટેટસ પ્રમાણે દહેજ ન આપ્યું હોવાનું કહી શ્વેતાને તેમની સાથે લઈ જવાનું કહ્યું હતું. આથી શ્વેતા પિયર આવી ગઈ હતી. પરંતુ થોડા સમય પછી શ્વેતાને દબાણ કરીને સાસરીવાળાએ પરત બોલાવી લીધી હતી. દરમિયાન બે દિવસ પહેલા રાતે શ્વેતાએ સાસરીમાં ગળેફાંસો ખાઈ લીધો હતો. શ્વેતાની આત્મહત્યા પછી સાસરીવાળાએ શ્વેતાની લાશ નીચે ઉતારી લીધી હતી. આ પછી પોલીસ અને શ્વેતાના પરિવારજનોને જાણ કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપરિણીતાના પરિવારજનોનો આક્ષેપ છે કે, સાસરીવાળાના ત્રાસ અને દહેજની માંગથી કંટાળીને પરિણીતાએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. પોલીસે 6 વ્યક્તિઓ સામે આત્મહત્યા દુષ્પ્રેરણ અંગે ફરિયાદ નોંધી છે. મણિગનરના જશોદાપાર્કમાં રહેતા અને એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતાં મહેશભાઈની દકરી શ્વેતા(ઉ.વ.29)નાં લગ્ન બે વર્ષ પહેલા ઋષભનગરમાં રહેતા અને વિઝા-પાસપોર્ટનું કામ કરતાં નિસર્ગ પંડ્યા સાથે થયા હતા.
અમદાવાદઃ શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલા ઋષભનગરમાં એક પરિણીતાએ લગ્નના બે વર્ષમાં જ આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી ગઈ હતી. શ્વેતાને આખા ઘરનું કામ કરાવી પૂરતું જમવાનું આપવાની જગ્યાએ ચણા-મમરા આપવાની સાથે ત્રાસ આપતા તેણે આત્મહત્યા કરી લીધી હતી. આ કેસમાં શ્વેતાના સાસુ જયમીની અને સસરા રજનીકાંત પંડ્યાના રેગ્યુલર જામીન સેશન્સ કોર્ટે ફગાવી દીધા છે.
પરિણીતાની આત્મહત્યાની દુષ્પ્રેરણાના કેસમાં આરોપી સાસુ-સસરાના જામીનની અરજી કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે ટાંક્યું કે, આરોપીઓ મૃતક શ્વેતા સાથે એક જ ઘરમાં રહેતા હતા અને તેને સ્ટેટસ પ્રમાણે રહેતા નથી આવડતું તેમ જણાવી ઘરનું કામ કરાવી, દહેજની માગણી કરી પૂરતું જમવાનું ન આપી મરવા માટે મજબુર કરી છે, ત્યારે આવા આરોપીઓને જામીન આપવા તે સમાજ વિરોધી છે.
લગ્ન પછી શ્વેતાને સાસરીવાળા પરેશાન કરતાં હતા. તેને સ્ટેટસ પ્રમાણે રહેવાનું જણાવી, મોંઘા કપડાં પહેરવાનું કહેતા હતા. એટલું જ નહીં, તેની પાસે બંગલાનું બધું કામ કરાવી જમવાનું નહોતા આપતાં. શ્વેતાના માતા-પિતાનો આક્ષેપ છે કે, તેમની દીકરીએ લગ્નના બે મહિના પછી જણાવ્યું હતું કે, તેની સાસરીવાળા તેને આખા બંગલાનું કામ કરાવે છે અને ત્રણ-ત્રણ દિવસ સુધી જમવાનું આપતા નથી. જમવામાં પણ ચણા-મમરા જ આપતાં હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -