અમદાવાદઃ બે વર્ષ પહેલા જ લગ્ન કરનાર પરિણીતાએ કેમ કરી આત્મહત્યા, પરિવારનો શું છે આક્ષેપ?
શ્વેતાની આત્મહત્યા પછી સાસરીવાળાએ શ્વેતાની લાશ નીચે ઉતારી લીધી હતી. આ પછી પોલીસ અને શ્વેતાના પરિવારજનોને જાણ કરી હતી. ઓઢવ પોલીસ સ્ટેશનમાં આ અંગે પિરણીતાના પિતાએ સાસરિયાં વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશ્વેતાના માતા-પિતાએ વેવાઇ પક્ષ સાથે વાત કરતાં તેમણે સ્ટેટસ પ્રમાણે દહેજ ન આપ્યું હોવાનું કહી શ્વેતાને તેમની સાથે લઈ જવાનું કહ્યું હતું. આથી શ્વેતા પિયર આવી ગઈ હતી. પરંતુ થોડા સમય પછી શ્વેતાને દબાણ કરીને સાસરીવાળાએ પરત બોલાવી લીધી હતી. દરમિયાન બે દિવસ પહેલા રાતે શ્વેતાએ સાસરીમાં ગળેફાંસો ખાઈ લીધો હતો.
અમદાવાદઃ શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલા ઋષભનગરમાં એક પરિણીતાએ લગ્નના બે વર્ષમાં જ આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી ગઈ છે. પરિણીતાના પરિવારજનોનો આક્ષેપ છે કે, સાસરીવાળાના ત્રાસ અને દહેજની માંગથી કંટાળીને પરિણીતાએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. હાલ પોલીસે 6 વ્યક્તિઓ સામે આત્મહત્યા દુષ્પ્રેરણ અંગે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
શ્વેતાના માતા-પિતાનો આક્ષેપ છે કે, તેમની દીકરીએ લગ્નના બે મહિના પછી જણાવ્યું હતું કે, તેની સાસરીવાળા તેને આખા બંગલાનું કામ કરાવે છે અને ત્રણ-ત્રણ દિવસ સુધી જમવાનું આપતા નથી. જમવામાં પણ ચણા-મમરા જ આપતાં હતા.
મણિગનરના જશોદાપાર્કમાં રહેતા અને એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતાં મહેશભાઈની દકરી શ્વેતા(ઉ.વ.29)નાં લગ્ન બે વર્ષ પહેલા ઋષભનગરમાં રહેતા અને વિઝા-પાસપોર્ટનું કામ કરતાં નિસર્ગ પંડ્યા સાથે થયા હતા. લગ્ન પછી શ્વેતાને સાસરીવાળા પરેશાન કરતાં હતા. તેને સ્ટેટસ પ્રમાણે રહેવાનું જણાવી, મોંઘા કપડાં પહેરવાનું કહેતા હતા. એટલું જ નહીં, તેની પાસે બંગલાનું બધું કામ કરાવી જમવાનું નહોતા આપતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -