અમદાવાદઃ યુવકે ફેક ફેસબુક એકાઉન્ટ બનાવી પત્નિની ભાભીને કોલગર્લ દર્શાવી, જાણો કેમ ?
સાયબર ક્રાઈમ સેલના પી.એસ.આઈ.જસ્મીન રોઝીયાના જણાવ્યા મુજબ મહેશની પત્નીએ અમને બે ફેસબુક આઈડી આપ્યા હતા. જેને આધારે અમે તપાસ હાથ ધરી હતી. આ આઈપી મહેશના મોબાઈલના હોવાનું જાણવા મળ્યું હતું. જેને આધારે મહેશની ધરપકડ કરવામાં આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહેશ એ પછી એક કદમ આગળ વધ્યો અને મહેશે તેની પત્નીની ભાભીના તેમના ફેસબુક પરથી ફોટા ડાઊનલોડ કરીને બનાવટી આઈડી પર મુકીને તેમને પ્રોસ્ટીટયુટ એટલે કે કોલગર્લ દર્શાવ્યા હતા. આ ઘટનાથી ચોંકી ઉઠેલી મહેશની પત્નીએ આ અંગે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી.
જાન્યુઆરી ૨૦૧૭ માં મહેશની પત્નીને ફેસબુક પર બે ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી પણ તેણે આ રિકવેસ્ટ સ્વીકારી ન હતી. એ પછી આ બનાવટી આઈડી પરથી મહેશે તેની પત્ની તેની બહેન પણી અને સાસરીયાઓને અશ્લિલ વિડીયો, ફોટો અને મેસેજ મોકલ્યા હતા. એ લોકોને આ રીતે તેણે પરેશાન કરવા માંડ્યા હતા.
આ ઝગડાના કારણે પત્ની તેના પિયર અમરાઈવાડીમાંચાલી ગઈ હતી. અકળાયેલા મહેશે બદલો લેવા વિચિત્ર રસ્તો અપનાવ્યો હતો. કોમ્પ્યુટરના જાણકાર મહેશે ફેસબુક પર બનાવટી આઈડી તૈયાર કર્યું હતું. તેણે આ બનાવટી આઈડી પરથી પોતાની પત્નિ તથા તેનાં સગાં અને બહેનપણીઓને બદનામ કરવાની ગંદી રમત શરૂ કરી હતી.
આ બનાવની વિગત મુજબ ચાંદખેડા વિસ્તારમાં રહેતા અને દવાનો હોલસેલનો વ્યવસાય કરતા મુકેશ (નામ બદલ્યું છે) ના લગ્ન ૧૩ વર્ષ અગાઊ અમરાઈવાડી વિસ્તારમાં રહેતી યુવતી સાથે થયા હતા. તેમને લગ્નજીવનથી બે પુત્રી છે. છેલ્લા થોડા સમયથી આ દંપતી વચ્ચે ઘરેલુ બાબતે ઝઘડા થતા હતા.
આરોપીએ પોતાની પત્નીનાં અન્ય સગાં તથા બહેનપણી વગેરેને પણ ફેસબુક પર બનાવેલા બનાવટી આઈડી મારફતે અશ્લિલ વિડીયો અને મેસેજ મોકલ્યા હતા. પત્નીએ આ અંગે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતા આઈપી એડ્રેસ તેના પતિનું જ નીક્ળ્યું હતું. તેને આધારે પોલીસે યુવકને ઝડપી લીધો હતો.
અમદાવાદઃ ચાંદખેડામાં રહેતી એક યુવતીને તેની નણંદના પતિ એટલે કે નણદોઈએ ફેસબુક પર કોલગર્લ તરીકે દર્શાવીને બદનામ કરી હતી. નણંદને પોતાના પતિ સાથે ઝગડો થતાં તેના પતિએ વિકૃત્તિની ચરમસીમા વટાવીને આ રીતે તેમની બદનામી કરી પણ અંતે યુવક પોલીસને હાથે ઝડપાઈ ગયો છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે.)
- - - - - - - - - Advertisement - - - - - - - - -