અમદાવાદ: આંગડિયા પેઢીના કર્મી પર લૂંટના ઈરાદે 5 રાઉન્ડ ફાયરિંગ, કઈ રીતે બની સમગ્ર ઘટના, જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In App4થી 5 આંગડિયા પેઢીના લોકો અહીંથી પાલનપુર જતા હતા. રોજ આ રીતે વહેલી સવારે પાલનપુર જઈ રહ્યા હતાં. ફાયરિંગ કરનાર શખ્સોની પકડવા માટે પોલીસે સમગ્ર શહેરમાં નાકાબંધી કરી દીધી છે.
જોકે કર્મચારીએ બેગ ન આપતા તેની પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેના કારણે કર્મચારીને શરીરના ભાગે ગોળી વાગી હતી. સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે 5 લાખ વધુની લૂંટ થઈ છે.
અરવિંદભાઈ પટેલ રાતનલોલથી નીકળ્યા હતાં ત્યાર બાદ તેઓ એસટી બસની રાહ જોતા હતા. ત્યારે બાઈક પર હેલ્મેટ પહેરેલ 4 શખ્શો આવ્યા હતા. કર્મચારી બસની રાહ જોઈને ઉભો હતો ત્યાં ચાર શખ્સો દ્વારા બેગ છીનવવાની કોશિશ કરવામાં આવી હતી.
સવારના સાત વાગ્યાની આસપાસ બનેલી આ ફાયરિંગની ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ક્રાઈમબ્રાંચની ટીમ પણ ઘટના સ્થળ પર દોડી આવી હતી. આરોપીઓને ઝડપી પાડવાની દિશામાં તપાસ શરૂ કરી છે. આ ફાયરિંગ લૂંટના ઈરાદે કરાયું હોવાનું માનવામાં આવી રહ્યું છે પણ કેટલા રૂપિયાની લૂંટ થઈ છે તે અંગેનો ચોક્કસ આંકડો સામે આવ્યો નથી.
લૂંટના ઈરાદે થયેલી ફાયરિંગની ઘટનામાં ઘાયલ થયેલા આંગડિયા પેઢીના કર્મચારીને સારવાર માટે વાડીલાલ સારાભાઈ (vs) હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં કર્મચારીનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ યુવકને ખભા અને શરીરના અન્ય ભાગે ગંભીર ઈજા થઈ હતી. ફાયરિંગ માટે આવેલા શખ્સોની સંખ્યા હજુ કોઈ સ્પષ્ટતા થઈ નથી.
અમદાવાદના આશ્રમ રોડ પર વિદ્યાપીઠના ગેટ પાસે આ ફાયરિંગની ઘટના બની છે, જેમાં ચીમનલાલ પટેલ હરગોવિંદ નામની આંગડિયા પેઢીના કર્મચારી પર ફાયરિંગ કરાયું હોવાનું સામે આવ્યું છે. આંગડિયા પેઢીના કર્મચારી અમદાવાદના રતનપોળથી પાલનપુર તરફ જઈ રહ્યા હતા ત્યારે આ બનાવ બન્યો છે.
અમદાવાદઃ અમદાવાદના ઉસ્માનપુરા પાસે આંગડિયા પેઢીના કર્મચારી પર લૂંટના ઈરાદે ફાયરિંગની ઘટના બની છે. બાઈક પર આવેલા 4 જેટલા શખ્સોએ 5 રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. બાઈક પર આવેલા શખ્સોએ કરેલા ફાયરિંગમાં આંગડિયા પેઢીનો કર્મચારી ઘાયલ થયો હતો અને સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. ફાયરિંગ કરનારા શખ્સો ઘટના બાદ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ઘટના સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી છે. હાલ કાર ડ્રાઈવરની પોલીસ પૂછપરછ કરી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -