લોકસભા-પેટાચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસના તમામ ઉમેદવારો જાહેર, જાણો કોની કોની વચ્ચે જામશે જંગ?
અમદાવાદ: લોકસભા ચૂંટણીને લઈને ગુજરાત માટે ભાજપ-કૉંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. ઉમેદવારી ફોર્મ ભરવાની 4 એપ્રિલ તારીખ છેલ્લી હોય, તેથી તમામ 26 બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે. ગુજરાતમાં ખાલી પડેલી ચાર વિધાનસભા સીટ પર પેટાચૂંટણી યોજાવાની જેને લઈને પણ ભાજપ-કૉંગ્રેસના ઉમેદવારો જાહેર કરી દીધાં છે. ઉંઝા, માણાવદર, ધ્રાંગધ્રા અને જામનગર ગ્રામ્ય એમ ચાર બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. આ ચારેય બેઠકો પર કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામા આપી દીધાં હતા. ચૂંટણીપંચ દ્વારા તાલાલા બેઠક પર પણ ચૂંટણી જાહેર કરી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે તેના પર રોક લગાવી છે. ઉમેદવારી નોંધાવવા માટે ચોથી તારીખ છેલ્લી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App23 એપ્રિલે લોકસભાની સાથે સાથે ગુજરાતમાં ચાર વિધાનસભાની પેટાચૂંટણી પણ થવાની છે. આ ચાર બેઠકો પર કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામા પડતાં પેટાચૂંટણી યોજાઇ રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -