અમદાવાદઃ લોકસંપર્ક કરવા ગયેલા ભાજપના ક્યા સાંસદને લોકોએ ઉભી પૂંછડીએ ભગાડ્યા
હવે તો ગુજરાત ભાજપના નેતાઓ સામે રોષ ભભૂકતાં ભાજપે કેન્દ્રીય નેતાઓને આગળ ધરીને પ્રચાર શરૂ કર્યો છે. આમ છતાંય કેસરિયો માહોલ જામતો નથી. ગૌરવ સંપર્ક યાત્રામાં ગણતરીના કાર્યકરો જ હોય છે. મહત્વનું એ છેકે, પોળ કે સોસાયટીમાં ભાજપને લોકપ્રતિસાદ સાંપડતો નથી તે જોઇ ભાજપના નેતાઓ ચિંતામાં મૂકાયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સહિત અનેક આંદોલનને કારણે ગુજરાતમા આગામી વિધાનસભા ચૂંટણી જીતવી ભાજપ માટે લોઢાના ચણા ચાવવા સમાન બની રહ્યું છે. ચૂંટણી પ્રચાર કરવા ગયેલા ભાજપના નેતાઓ સરકાર વિરુદ્ધ લોકોમાં રહેલો ગુસ્સાનો ભોગ બની રહ્યા છે. અમદાવાદના ઓઢવમાં ગૌરવ સંપર્ક યાત્રામાં મતદારોનો સંપર્ક કરવા નીકળેલા ભાજપના સાંસદ ડો.કિરીટ સોલંકીને સ્થાનિકોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો.
એક માહિતી પ્રમાણે, ભાજપના કાર્યકરો જ કહી રહ્યાં છે કે, એન્ટીઇન્કમબન્સીને લીધે ભાજપના નેતાઓથી લોકો ભારોભાર નારાજ છે પરિણામે લોકોનો સંપર્ક પણ કરતાં ખચકાઇ રહ્યાં છે. ભાજપના નેતાઓ ખાસ કરીને પાટીદાર અને દલિત પ્રભુત્વ ધરાવતાં વિસ્તારોમાં જતાં ડરે છે.
સ્થાનિકોએ કિરીટ સોલંકીને જનતાનગરમાં જતા રોક્યા હતા. લોકોનો ભારે વિરોધ થતાં તેમણે પાછું ફરવું પડ્યુ હતું. સુરતમાં મોટા વરાછામાં ભાજપના નેતાઓ લોકસંપર્ક કરવા ગયાં પણ પાટીદારોએ ભારે વિરોધ નોંધાવતાં તેમને પાછા જવાનો વારો આવ્યો હતો. આમ, ભાજપના નેતાઓ સામે પ્રજારોષ ભભૂકી રહ્યો છે.
અસારવામાં ભાજપના ધારાસભ્ય આર.એમ.પટેલને ઘેરી સ્થાનિકોએ સમસ્યા નહી નિવારવાનો આરોપ મૂકી હોબાળો મચાવ્યો હતો. આ ઘટનાનો વિરોધ હજી શમ્યો નથી ત્યાં ઓઢવમાં ભાજપના સાંસદે સ્થાનિકોના વિરોધનો સામનો કરવો પડ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -