હાર્દિક પટેલ કેમ રહ્યો સિબ્બલ સાથેની બેઠકમાં ગેરહાજર ? હવે ક્યારે થશે પાસ-કોંગ્રેસ વચ્ચે બેઠક ? જાણો વિગત
આ બેઠક આગામી રવિવારે યોજાવાની શક્યતા છે. કોંગ્રેસ સોનિયા-રાહુલ સાથે ચર્ચા બાદ કોંગ્રેસના નેતાઓ પાટીદારોને બંધારણીય અનામત આપવા માટેની અંતિમ ફોર્મ્યુલા નક્કી કરે પછી આ બેઠક થશે. આગામી ત્રણ દિવસમાં આ ફોર્મ્યુલા નક્કી થઈ જશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબીજી તરફ કોંગ્રેસનો એજન્ટ હોવાના આરોપનો સામનો કરી રહેલ હાર્દિક ફરી એકવાર આ મહત્વપૂર્ણ બેઠકમાં ગેરહાજર રહ્યો હતો. બેઠક શરુ થતા પહેલા દિનેશ બાંભણીયાએ કહ્યું હતું કે, 'EBC અંતર્ગત અનામત સ્વીકાર્ય નથી કેમ કે આપણા કાયદામાં આવી કોઈ જોગવાઈ નથી. અમારી માગણી OBC અનામતની છે.
દિનેશ બાંભણિયાએ જણાવ્યું કે, અમે કોંગ્રેસ દ્વારા અપાયેલા વિકલ્પોને તપાસી જોઈશું. આ બેઠક અંગે હાર્દિક સાથે પણ ચર્ચા કરાશે. જે બાદ અંતિમ નિર્ણયાત્મક બેઠકમાં હાર્દિક હાજર રહેશે.' કોંગ્રેસના નેતાઓએ સોનિયા અને રાહુલ ગાંધી સાથે ચર્ચા કરવા અને પાસએ હાર્દિક પટેલ સાથે ચર્ચા કર્યા બાદ અંતિમ બેઠક માટે મળવાનું નક્કી કર્યું હતું.
જો કે હાર્દિકનાં નજીકનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે હાર્દિક પટેલને કોંગ્રેસના નેતાઓ પર પૂરો વિશ્વાસ નથી. હાર્દિક પટેલ તાજ હોટલમાં કોંગ્રેસના નેતા અશોક ગેહલોતને મળવા ગયો તેની વિગતો બહાર આવી ગઈ તેનાથી હાર્દિક સતર્ક છે. કોંગ્રેસી નેતાઓના કારણે મુલાતાકની વાત બહાર આવી ગઈ તેથી હાર્દિકને કોંગ્રેસ પર ભરોસો નથી.
બીજી વાર આ પ્રકારની બેઠકમાં હાર્દિક પટેલ ગેરહાજર રહ્યો હતો જેના કારણે અનેક તર્ક-વિતર્ક ઉભા થઈ રહ્યા છે. પાસનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે હાર્દિક કોંગ્રેસને એવો મેસેજ નથી આપવા માંગતો કે પાટીદારોને તેમની ગરજ છે. કોંગ્રેસ નક્કર ફોર્મ્યુલા સાથે આવે પછી જ તેના પર ચર્ચા કરવાનો તેનો મત છે તેથી તે ગેરહાજર રહ્યો હતો.
કપિલ સિબ્બલે પાટીદારો સામે જુદા જુદા વિકલ્પ રજૂ કર્યા હતા પણ આ વિકલ્પો 'પાસ'ના નેતાઓને પસંદ નહોતા આવ્યા. ગુજરાત કોંગ્રેસ ભવન ખાતે 'પાસ' અને વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલની આગેવાનીમાં કોંગ્રેસના નેતાઓ વચ્ચે પાટીદારોને ઈબીસી કવોટા અંતર્ગત અનામત આપવા બાબતે બેઠક યોજાઈ હતી.
અમદાવાદઃ અનામત મુદ્દે પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ) અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે બુધવારે મોડી રાત્રે યોજાયેલી ત્રણ કલાકની બેઠકમાં બંધારણીય રીતે કોંગ્રેસ કઇ રીતે પાટીદારોને અનામત આપશે એ વિષય પર પાટીદારોએ સવાલ ઉઠાવ્યા હતા. આ બેઠકમાં કોંગ્રેસ નેતા કપીલ સિબ્બલ પણ હાજર રહ્યા હતા.
કોંગ્રેસે પાસ દ્વારા મુકવામાં આવેલી પાંચ શતો પૈકી OBCમાં સમાવેશ કરીને અનામત આપવાની માગણી સિવાયની ચાર શરતોને માન્ય રાખતાં આગામી ચૂંટણીમાં તેની અસર જોવા મળી શકે છે. પાટીદારોના મત જીતવા માટે ખૂબ જરૂરી હોવાનું ભાજપ-કોંગ્રેસ બંને જાણે છે તેથી બંને પક્ષ પાસને મનાવવા તમામ પ્રયાસો કરી રહ્યા છે.
આ બેઠકમાં પાસના કો-કન્વિનર દિનેશ બાંભણીયા સહિત 13 સભ્યોએ ભાગ લીધો હતો. કોંગ્રેસ તરફથી પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, શકિતસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડીયા અને સિદ્ઘાર્થ પટેલ હાજર રહ્યા હતા. રાતે 11.30 વાગ્યે શરૂ થયેલી બેઠક મોડી રાત સુધી ચાલુ રહી હતી. આ બેઠક અનિર્ણાયક સ્થિતિમાં પૂર્ણ થઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -